નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા
હાલોલ:
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણીમાં પ્રમુખ પદ માટે કુલ ચાર ઉમેદવારો વચ્ચે કડક જંગ જોવા મળ્યો હતો. જેમાં શ્રી મહાકાલી મંદિરના ટ્રસ્ટી તેમજ વરિષ્ઠ એડવોકેટ વિનોદભાઈ વરિયાએ જંગી બહુમતીથી વિજય મેળવતા તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા છે.
ચૂંટણી પરિણામ મુજબ ઉપપ્રમુખપદે એડવોકેટ ડી. મલેક વિજેતા થયા છે. મંત્રી પદે એડવોકેટ ડી.એસ. રાઠોડ બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે સહમંત્રી પદે એડવોકેટ રાજેશભાઈ ચાવડા અને ખજાનચી પદે મહિલા એડવોકેટ શીતલબેન ચૌહાણે ભવ્ય વિજય નોંધાવ્યો છે.
સભ્ય પદે જેકી સોની, સલમાન મકરાણી, પરવેઝ શેખ અને સોનુભાઈ પ્રજાપતિ ચૂંટાયા છે, જ્યારે મહિલા અનામત સભ્ય તરીકે તરુણાબેન જૈન બિનહરીફ વિજેતા થયા છે.
ચૂંટણી પરિણામ જાહેર થતાં જ વકીલ મંડળમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. વિજેતા થયેલા તમામ હોદ્દેદારોને વકીલ મિત્રો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નવા વકીલ મંડળ પાસેથી હાલોલના વકીલો માટે સુદ્રઢ નેતૃત્વ અને હિતકારી નિર્ણયોની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ