Halol

હાલોલ નગર તેમજ તાલુકામાં કમોસમી વરસાદ, ખેડૂતોના માથે આભ ટુટયુ

હાલોલ:

આજે રવિવારના દિવસે વહેલી સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો હતો અને સતત ત્રણ ચાર કલાકથી એકધાર્યો વરસાદ વરસી રહ્યો છે.

આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ખૂબ જ મોટું નુકસાન થવાનો સંકેત મળે છે. તેથી ખેડૂતો હાલ કમોસમી વરસાદની એન્ટ્રીથી ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે. ખેડૂતોને આ કમો સમી વરસાદના કારણે ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આમ વરસાદના કારણે હાલોલ નગરમાં તમામ જગ્યાએ પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે અને વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જવા પામી છે.

Most Popular

To Top