Halol

હાલોલ નગરપાલિકાનો વિકાસ હવે નાગરિકોના આંગળીના ટેરવા ઉપર વેબસાઇટ લોન્ચ કરાઇ

હાલોલ:
હાલોલ નગરપાલિકા દ્વારા આજરોજ હાલોલ મતવિસ્તારના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના જન્મદિવસ નિમિત્તે તેમના હસ્તે નગરપાલિકા હાલોલનો લોગો અને વેબસાઈટ ખુલ્લી મુકવામાં આવી હતી. જેથી હાલોલ નગરપાલિકા વિકાસલક્ષી કામગીરીઓ, નગરપાલિકાના કામકાજમાં પારદર્શકતા આવશે.

આ વેબસાઇટ અંતર્ગત નાગરિકોને યોજનાઓ, બજેટ, નોકરીની જાહેરાતો, વિગેરે અંગે તાત્કાલિક માહિતી પ્રદાન કરાશે. હાલોલના સર્વ નગરજનો માટે અન્ય પ્રકારની સુવિધાઓ જેમકે વિવિધ વિભાગો પાણી, ડ્રેનેજ, ટેક્સ ટેક્સ, જન્મ મરણ અને અન્ય સેવાઓ માટે ઓનલાઈન અરજી, ચકાસણી અને ચુકવણી ની સુવિધાઓ પૂરી પાડવા, પ્રતિસાદ તથા ફરિયાદ વ્યવસ્થાપન અને અન્ય મહત્વપૂર્ણ માહિતી નાગરિકોને સરળતાથી પહોંચાડી શકાય તે માટે એક આધુનિક અને ઉપયોગી વેબસાઈટનું લોન્ચિંગ આજરોજ ધારાસભ્ય જયદ્રસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે હાલોલ નગરપાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ, ઉપપ્રમુખ, સંજયભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ પ્રમોદ સિંહ રાઠોડ, હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ, નગરપાલિકા સ્ટાફ, હાલોલ શહેર બીજેપી પ્રમુખ હરીશભાઇ ભરવાડ તથા તમામ અગ્રણીઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Most Popular

To Top