હાલોલ:
હાલોલ નગરના તળાવની બાજુમાં આવેલી બ્રાહ્મણ પંચની વાડીમાં ચોરી થયાની ઘટના બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ નગરના તળાવ ની બાજુમાં અડીને આવેલ શાણેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં આવેલી બ્રાહ્મણ પંચની વાડી એક સપ્તાહથી બંધ હતી. પરંતુ ગઈકાલે મહાદેવ મંદિરનું કામ ચાલતું હોવાથી કારીગરો આવતા વાડી ખોલતા માલુમ પડ્યું હતું કે કારીગરો ની જે મશીનરી મૂકી ગયા હતા તે રૂમમાં ન હોવાથી માલુમ પડ્યું કે રૂમની ઉપરના ભાગની બારીના સળિયા તોડી ને માલ સામાન લઈ ગયા છે. પછી વધુ તપાસ કરતા બીજી બે રૂમના આ જ રીતે બારીના સળિયા તોડી ચોરો અંદર ઘૂસ્યા હતા અને તાંબા પિત્તળના વાસણોની ચોરી થઈ છે તેવું માલુમ પડ્યું હતું. તપાસ કરતાં પિત્તળના તપેલા નંગ- 15, પિત્તળ ની થાળીઓ અને મંદિરના ચાલુ કામના પિત્તળ ના સળિયા સાતથી આઠ નંગની ચોરી થઈ છે તેવું માલુમ પડ્યું છે.

બ્રાહ્મણ પંચની વાડીના વહીવટકર્તાઓએ ચોરીની જાણ હાલોલ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કરી છે હાલ સુધી કોણ ચોર છે અને ક્યાંનો છે તેની કોઈ જાણકારી મળી નથી. તેથી હવે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા તપાસમાં બહાર આવે તેમ છે.