Halol

હાલોલ તાલુકામાં ખૂબ જ તીવ્ર વાવાઝોડા સાથે પવનની ડમરીઓ ઉડી, વરસાદનું આગમન

હાલોલ:
હાલોલ તાલુકામાં શનિવારે સાંજે ખૂબ જ તીવ્ર વાવાઝોડા સાથે પવન ડમરીઓ ઉડી અને જોત જોતામાં મેઘરાજાની મહેર પણ થઈ હતી.

હાલોલ શહેરમાં સમી સાંજે જોરદાર પવન સાથે વાવાઝોડું ફૂંકાયું અને ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થતા કાળઝાળ ગરમીમાંથી લોકોએ રાહતનો દમ લીધો હતો.
વરસાદના આગમનથી તમામ લોકો ખૂબ ખુશ થયા અને નાના ભૂલકાઓ પણ પાણીમાં છબછબિયા કરવા લાગ્યા હતા. આમ એકંદરે ગરમી માંથી લોકોએ ઘણા સમય બાદ ઠંડકનો અનુભવ કર્યો હતો. હાલ સમાચાર લખતી વખતે પણ હાલોલમાં મેઘ વરસી રહ્યો છે.

Most Popular

To Top