Vadodara

હાલોલ તાલુકાના સોનીપુર અને અમરાપુરી ગામના સીમાડામાં જાહેરમાં 65 મેટ્રિક ટન પ્લાસ્ટિક બેગનો નિકાલ

હાલોલ:
હાલોલ તાલુકાના સોનીપુર અને અમરાપુરી ગામ lના સીમાડામાં જાહેરમાં અજાણ્યા ઈસમો દ્વારા અંદાજિત 1300 પ્લાસ્ટિક બેગ ( 65 મેટ્રિક ટન ) જેટલો જોખમી કચરો બિન અધિકૃત રીતે નાખી ગેરકાયદેસર નિકાલ કરી પૈસા કમાવાના ઈરાદાથી પર્યાવરણને નુકશાન કરવા નાખેલો મળી આવતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી જોખમી કચરાના સેમ્પલ લઇ પ્રાથમિક તપાસમાં આ કચરો કેમિકલ પ્રોસેસમાંથી નીકળેલો હોવાનું જણાઈ આવતા અજાણ્યા ઈસમો સામે પર્યાવરણ સુરક્ષા ધારા હેઠળ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક અધિકારી પ્રદીપ એસ દવેએ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમરાપુરી ગામના સરપંચ પિયુષ બારીયાએ જાણ કરી હતી કે અમારા ગામ ના સીમાડામાં ખુલ્લી જગ્યામાં જોખમી કચરો બિનઅધિકૃત રીતે નાખવામાં આવ્યો છે. જે માહિતી આધારે તેમની ટિમ સાથે તપાસમાં જતા રસ્તામાં સોનીપુર ગામની સીમ માં અંદાજિત 700 /800 પ્લાસ્ટિક બેગ 35/40 મેટ્રિક ટન જોખમી કચરો જોવા મળ્યો હતો. આજુબાજુમાં પૂછપરછ કરતા સ્થાનિક રહેવાસી ગણપત નાયક સાથે વાત કરતા જાણવા માંડ્યું હતું કે ચાર મહિના પહેલા અનવર પઠાણ રહે મહુડીપુરા વાઘોડિયાએ નાખ્યો હોવાનું જણાવ્યું હતું. અને તેને વારંવાર વિનંતી છતાં તેને ઉઠાવેલ નથી તે કચરા ના સેમ્પલ લઇ આગળ અમરપુરા ગામે પણ 500/600 પ્લાસ્ટિક બેગ 20/30મેટ્રિક ટન જોખમી કચરો મળી આવતા તે કચરાના પુથ્થકરણ માટે સેમ્પલ લીધા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ જોખમી કચરો કોઈ કેમિકલ પ્રોસેસ દરમ્યાન નીકળેલ હઝાર્ડ વેસ્ટ હોવાનું જણાઈ આવતા આ કચરાનો ધારાધોરણ મુજબ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલી એજન્સી દ્વવારા વૈજ્ઞાનિક પદ્ધતિથી પર્યાવરણ સુરક્ષિત રીતે નાશ /નિકાલ કરવાનો હોય છે. પરંતુ ખર્ચ બચાવવા બદઈરાદાથી ગેરકાયદેસર નિકાલ કરી પૈસા કમાવાના બાદ ઈરાદાથી એકબીજાની મેળાપીપણાથી અજાણ્યા ઈસમો સામે પર્યાવરણ નુકશાન કરવા ના ઇરાદે નાખવામાં આવતા તેમને અજાણયા ઈસમો સહીત કચરો મોકલનાર ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટર્સ અને અન્ય સંડોવાયેલા લોકો સામે ફરિયાદ કરતા પોલીસે ભારતીય ન્યાયસંહિતાની કલમ અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી છે

Most Popular

To Top