હાલોલ તાલુકાના પાનેલાવ ગામે બરોડા એગ્રો નામની કંપની આવેલી છે જે કંપનીમાં ગઈકાલે શનિવારે રાત્રિના અંદાજે ૯:૦૦ વાગ્યાના સુમારે કોઈ કારણોસર એકા એક આગની લાગવાની ઘટના બનવા પામી હતી જેમાં કંપનીના પ્લાસ્ટિક તેમજ મશીનરીના સહિતનો સંગ્રહ કરતા સ્ટોરેજમાં લાગેલ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભીષણ આગની જ્વાળાઓમાં કંપનીના સ્ટોરેજના ભાગ સહિતના અન્ય ભાગ પણ આગની ઝપટમાં આવી જતા વિકરાળ આગ પ્રસરી જતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દોડધામ સાથે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને વિકરાળ આગને પગલે આકાશમાં આગમાંથી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે સુધી ઉઠવા પામતા આસપાસના દૂર દૂર સુધીના વિસ્તારોમાં આકાશમાં આગના ધુમાડાના ગોટેગોટા જોવા મળતા લોકોમાં ભય સાથે આગ કયા સ્થળે લાગી છે તે અંગેની જીજ્ઞાસા જાગી હતી અને ગ્રામ્ય વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી આવતા ઘટના સ્થળે લોક ટોળા જામ્યા હતા જેમાં બનાવ અંગેની જાણ તાત્કાલિક હાલોલ નગર પાલિકાની ફાયર ફાઈટરની ટીમને થતા ફાયર ફાઈટરની ટીમ પણ પોતાના બે અગ્નિશમન વાહનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી જ્યારે બરોડા એગ્રો કંપનીના લાગેલ ભીષણ અને વિકરાળ આગની જાણ પોલિકેબ કંપની, ગુજરાત ફલોરો કેમિકલ્સ કંપની,એમજી મોટર્સ કંપનીના ફાયર ફાઈટરની ટીમોને પણ કરાતા આ કંપનીની ફાયર ફાઈટરની ટીમો પણ પોતાના અગ્નિશમન વાહન સાથે ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં પાંચ થી છ જેટલા ફાયર ફાઈટરના વાહનો દ્વારા તમામ ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી વિકરાળને કાબુમાં લેવામાં જોતરાઇ હતી જેમાં ફાયર ફાઈટરની ટીમોના અનેક કર્મચારીઓની ભારે મુશ્કેલભરી કામગીરી અને ભારે જહેમત અંદાજે મોડી રાત્રિએ ૨:૦૦ વાગ્યાની આસપાસ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હોવાની માહિતી મળવા પામી હતી જેમાં ગત રાત્રીના અંદાજે ૯:૦૦ વાગ્યાથી ૨:૦૦ વાગ્યા સુધીમાં કંપનીમાં લાગેલ આગમાં કંપનીના સ્ટોરેજમાં મુકેલ પ્લાસ્ટિક સહિતની ચીજ વસ્તુઓનો વિશાળ જથ્થો તેમજ કેટલીક મશીનરી આગમાં બળીને સંપૂર્ણ ખાખ થઈ જતા કંપનીને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે જો કે કેટલા રૂપિયાનું નુકસાન થયું છે અને કયા કારણોસર કંપનીમાં આગ લાગી હતી તે અંગેની કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી પરંતુ લાગતા વળગતા તંત્ર દ્વારા આગ લાગવાના કારણો તેમજ ભીષણ આગને પગલે કેટલાય નુકસાનના થયું છે તે અંગેની તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે.
હાલોલ તાલુકાના પાનેલાવ ગામે આવેલ બરોડા એગ્રો કંપનીમાં ભીષણ આગ લાગતાં મચી અફરા તફરી
By
Posted on