Halol

હાલોલ જ્યોતિ સર્કલ નજીક જીવંત વીજ લાઇનનો થાંભલો કાર પર પડ્યો

હાલોલ:

હાલોલ જ્યોતિ સર્કલ નજીક આજે મંગળવારના રોજ સવારે જીવંત વીજ લાઇનનો થાંભલો કાર પર પડતા દુર્ઘટના સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર એક વીજ લાઇન નો વાયર નીચો હોવાથી ત્યાં થી પસાર થતું એક ડમ્પર સાથે તે વીજ વાયર અડી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં વીજ વાયર સાથે થાંભલો નમી પડ્યો હતો. જેમાં પાછળ આવતી બે કાર પર ચાલુ વીજ લાઇનનો તાર પડ્યો હતો. જોકે સમય સૂચકતા કાર ચાલક બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો.

જ્યારે આ બાબતની જાણ તત્કાલિક એમજીવિસિએલ ને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વીજ પુરવઠો બંધ કર્યો હતો અને કાર પર પડેલા વીજ વાયર હટાવવાની કામગીરી શરૂ કરી હતી જોકે આ દુર્ઘટના સર્જાતા થોડાક સમય માટે બન્ને તરફ નો વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો.

Most Popular

To Top