Halol

હાલોલ જનતા સહકારી બેંકની લોન ભરપાઈ ના કરનાર આરોપીને હાલોલ કોર્ટે ફટકારી છ માસની સજા




હાલોલ: હાલોલ જનતા સહકારી બેંકની લોન ભરપાઈ ના કરનાર આરોપીને હાલોલ કોર્ટે છ માસની સજા ફટકારી છે.

હાલોલના સીવીલ તથા એડીશનલ જયુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જનતા સહકારી બેંક લી. હાલોલના કર્મચારી નિધી કેતન કુમાર રાણાએ આરોપી રજાકભાઈ મહંમદભાઇ ઘાંચી રહે. જૈન મંદિર પાસે હાલોલ સામે નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ કરી હતી. આ કામના આરોપીએ તેમની બેંકમાંથી સ્યોરીટી (સભાસદ) લોનનુ ધીરાણ મેળવ્યું હતું અને તે માટે જરૂરી દસ્તાવેજો કરી આપ્યા હતા. મેળવેલા ધીરાણ સામે નિયત મુદતમાં હપ્તા ભરપાઈ કરવાના હતા. પરંતુ આરોપી બેંકની લેણી રકમના હપ્તા નિયમિત ભરવાનુ ચુકતાં બેંક તરફથી વારંવાર જાણ કરવામાં આવી હતી. વકીલ મારફતે નોટીસ પણ આપવામાં આવી હતી. આરોપીએ તેમના લોન ખાતામાં તા. ૧૮/૦૬/૨૪ સુધીની રકમ રૂ. ૩,૭૧ ,૮૦૯/- બાકી પડતી હોય જનતા સહકારી બેંક લી. હાલોલનો ચેક નં. ૧૭૭૧૦૬ નો ચેક આપ્યો હતો. ચેક બેંકમાં રજુ થતાં સ્વીકારાઈ જશે તેવો પાકો ભરોસો અને વિશ્વાસ આપ્યો હતો.જેથી આરોપીએ આપેલો ચેક તેમના લોન ખાતા નં. એલએસ/૭૮૪૬ કલીયરીંગમાં મુકતા આ ચેક ખાતામાં પુરતુ બેલેન્સ ન હોવાના કારણે ઈન સફીસીયન્ટ ફંડના શેરા સાથે પરત થયો હતો.જેથી ફરીયાદીએ તેમના વકીલ મારફતે આરોપીને તા. ૨૭/૦૬/૨૪ ના રોજ રજી.પો.એડી.થી નોટીસ આપી હતી. જે નોટીસ આરોપીને ૨૮/૦૬/૨૪ ના રોજ બજાવી હતી. તેમ છતા આરોપીએ ચેકની રકમ ફરીયાદી બેંકમાં જમા કરાવી નહીં કે નોટીસનો કોઈ જવાબ આપ્યો નહીં. આમ, કરી આરોપીએ સમયમર્યાદામાં નાણા ન ચુકવી ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબનો ગુનો કર્યો હોય ફરિયાદીએ હાલની ફરિયાદ દાખલ કરી આરોપી સામે કેસ ચલાવી, તકસીરવાન ઠરાવી યોગ્ય નસીયત કરવા વિનંતિ કરી હતી. જેમાં હાલોલના એડીશનલ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ હર્ષ.એચ.વિશ્નોઈ દ્વારા આરોપી રજાકભાઈ મહંમદભાઇ ઘાંચી રહે. જૈન મંદિર પાસે હાલોલ જી. પંચમહાલને કલમ ૧૩૮ મુજબ કસુરવાર ઠેરવી ૬ માસની કેદની સજા તથા ૧૦,૦૦૦/ રૂ. દંડનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપીએ ફોજદારી કાર્યરિતી સંહિતાની કલમ ૩૫૭ અન્વયે ફરિયાદીને ચેકની રકમ રૂ. ૩,૭૧,૮૦૯/ પુરા વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. જો આરોપી રકમ ફરીયાદીને ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top