હાલોલ: હાલોલના ચંદ્રપુરા રોડ પર એચ એન જી કંપની પાસે અજાણ્યા વાહને રાતપાળી નોકરી જઈ રહેલા બાઈક ચાલકને અડફેટમાં લેતા બાઈક ચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસે અજાણ્યા વાહન સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .
છેલ્લા એક વર્ષથી ચંદ્રપુરા વીજ કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવી રહેલા અને સાવલી તાલુકના મુઢેલા ગામના નેશ ફળિયામાં રહેતા 65 વર્ષીય જસવંતભાઈ શનાભાઈ રાવલ રોજના ક્રમ મુજબ 30 એપ્રિલને બુધવારની રાત પાળીમાં નોકરી જવા માટે પોતાની બાઈક લઇ જતા હતા. દરમ્યાન હાલોલના ચંદ્રપુરા રોડ પર એચ એન જી કંપની પાસે કોઈ અજાણ્યા વાહને બાઈક ચાલક જસવંતભાઈને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં જસવંતભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જાતા લોકટોળા જામી ગયા હતા. દરમ્યાન કોઈએ 108ને જાણ કરતા તે ઘટના સ્થળે દોડી આવી જસવંતભાઈને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવામાં આવ્યા હતા. બનાવ ની જાણ જસવંતભાઈ ના પરિવાર ને થતા તેઓ દવાખાને દોડી આવ્યા હતા. જ્યાં જસવંતભાઈ માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજાઓ થયેલી હતી. ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રીફર કાર્ય હતા. જ્યાં જશવંતભાઈ નું શુક્રવાર lની મોડી સાંજે સારવાર દરમિયાન મોત નિપજતા બનાવની જાણ હાલોલ પોલીસને કરતા પોલીસે અજાણ્યા વાહન સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.