હાલોલ:
હાલોલ ગોધરા બાયપાસ રોડ પર હ્યુન્ડાઈ શોરૂમ પાસે એક કાર નાળામાં ખાબકતા અક્સ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. સુરત શહેરમાં રહેતા બળવંતભાઈ આજે સવારે સુરતથી પીપલોદ જવા નીકળ્યા હતા ત્યારે તેઓનો અક્સ્માત સર્જાયો હતો. જેમાં હાલોલ ગોધરા બાયપાસ રોડ હ્યુન્ડાઈ શોરૂમ પાસે ગરનાળા ની રેલીંગ ન હોવાથી અને કોઈ બેરિકેડ પણ ન હોવાથી આ કાર નાળામાં ખાબકી હતી. જેમાં કાર ખાબકતા ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા અને કારમાંથી ચાલકને બહાર કાઢવામા આવ્યા હતા. ક્રેન મારફતે કાર ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી