Halol

હાલોલમાં વીજળીના ધાંધિયા, MGVCLની કામગીરી પર હાલોલ ના રહીશોનો રોષ

હાલોલ: હાલોલ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજળી વારંવાર ગુલ થઈ જતી હતી. ત્યારે હાલોલ ની જનતા ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે હાલોલ MGVCL પર હાલોલની જનતાએ ઘણીવાર રજૂઆત કરી હતી અને ટેલીફોનિક કોન્ટેક્ટ કરતા હતા પરંતુ જ્યારે પણ હાલોલ નગરમાં અમુક એરીયાઓમાં લાઈટ જતી રહે ત્યારે MGVCL કર્મચારીઓ તેઓને કોઈપણ પ્રકાર જવાબ આપતા ન હોવાથી હાલોલ નગરજનો MGVCL સામે ભારે રોષ જોવા મળ્યો હતો. હાલોલ નગરમાં લાઈટ જતા રહ્યા પછી કેટલાક કલાકો સુધી લાઈટો આવતી નથી અને નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યારે MGVCLની કચેરી ઉપર ફરિયાદ કરવા માટે ફોન કરવામાં આવે છે ,ત્યારે MGVCLના ફોન લાગતા નથી. જો ફોન લાગ્યો તો તેઓ કોઈપણ પ્રકારનો જવાબ આપતા નથી. તેથી કંપનીના અધિકારીઓ સામે હાલોલ નગર જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો. હજી સુધી ચોમાસુ પણ ચાલુ થયું નથી તે પહેલા જો આવી પરિસ્થિતિનું સર્જન હોય તો આગળના દિવસોમાં શું પ્રજાને વીજળી વિના રહેવું પડશે અને પ્રજાને કેટલા કલાકો સુધી તકલીફ વેઠવી પડશે તેવું હાલોલની આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે

Most Popular

To Top