Halol

હાલોલમાં ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસ વિરોધી પ્રદર્શન

હાલોલ: ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા હાલોલ નગર દ્વારા “નેશનલ હેરાલ્ડ” અંતર્ગત ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ સામે ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


આજ રોજ હાલોલ બસ સ્ટેન્ડ પોલીસ ચોકી ત્રણ રસ્તા પાસે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા “નેશનલ હેરાલ્ડ” અંતર્ગત ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની ઉપસ્થિતિમાં પુતળા દહન તેમજ સુત્રોચ્ચાર કરી કોંગ્રેસ પક્ષ સામે ભ્રષ્ટાચાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં હાલોલ નગર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ, નગર પાલિકા કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ નિશા દેસાઈ, ઊપ પ્રમુખ ડો. સંજય પટેલ, મહામંત્રી રવિન્દ્ર ઠાકોર, બ્રિજેશ ત્રીવેદી, નિતીનભાઇ શાહ, સહિત ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, તેમજ નગરપાલિકા સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top