આઈએસઆઈના હથિયાર અને હેન્ડગ્રેનેડની હેરાફેરીમાં સંડોવાયેલો હતો
ગુજરાત એટીએસ ટીમ દ્વારા હાલોલની હોટલમાંથી ઝડપી વધુ પૂછપરછ માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો
હાલોલ:
હાલોલમાંથી વોન્ટેડ આતંકી, આઈએસઆઈના હથિયાર અને હેન્ડ ગ્રેનેડની હેરાફેરીમાં સંડોવાયેલા આતંકી ગુરુ પ્રીત સિંઘ ઉર્ફ ગોપી બિલ્લાની ધરપકડ કરી ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ લઈ જવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર isi ના હથિયાર અને હેન્ડ ગ્રેનેડની હેરાફેરીમાં સંડોવાયેલા પંજાબના વોન્ટેડ આરોપી ગુરુ પ્રીત સિંઘ ઉર્ફે ગોપી બિલ્લાની ગુજરાત ATS દ્વારા હાલોલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે છાપો મારતા એક હોટલમાં શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવી હતી. તેની પૂછપરછ કરતા તેનું નામ ગુરુ પ્રીત સિંઘ બતાવ્યું હતું .જેથી ગુજરાતની એટીએસ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે વધુ પૂછપરછ માટે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યો હતો .ત્યાં તેને વધુ પૂછપરછ કરતા આ ગુનામાં પોતે ગુનેગાર છે તેવું કબુલાત કરી હતી.
તેની સામેનો ગુનો 9.11.2025 ના રોજ પંજાબના ગુરુદાસપુર જિલ્લાના સીટી બાટલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર થયો હતો. ગ્રેનેડ ની હેરાફેરી અને વિસ્ફોટ કરવાની સાથે સીમા પર કાર્યરત આતંકવાદી નેટવર્કની મદદ કરવા સબબ ગુનો નોંધવામાં આવ્યો હતો . આ ગુનાનો મુખ્ય આરોપી મનુ અગવાન અને મનિન્દર બિલ્લા જેવો હાલ મલેશિયા સ્થિત છે . તેઓ દ્વારા પાકિસ્તાન આઈએસઆઈના હેન્ડલરો દ્વારા સાથે મળી ભારતના પંજાબમાં ઓપરેટિવ તૈયારી કરી અને પીસ્ટલ મેળવી પંજાબ તથા અન્ય રાજ્યોમાં દહેશત ફેલાવવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં ગ્રેનેડ હુમલા અને ફાયરિંગ કરવાનું કાવતરું રચ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની પંજાબ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવનારની પૂછપરછ કરતા ગુનામાં સામેલ અન્ય આરોપી ગુરુપ્રીતસિંગ ઉર્ફે ગોપી બિલ્લા રહેવાસી બાટલાનું નામ આપ્યું હતું. ગુજરાત એટીએસને પંજાબ પોલીસના પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય દ્વારા જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલો આરોપી ગુરુ પ્રીતસિંઘ ઉર્ફે ગોપી બિલ્લા ગુજરાત હાલોલ ખાતે એક કંપનીમાં મજૂર તરીકે કામ કરી રહ્યો છે. જે અંગે ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટરો એન. આર.બ્રહ્મભટ્ટ, વાય.જી.ગુર્જર, એમ એન પટેલ અને ગુજરાત એટીએસના સ્ટાફની ટીમે ખૂબ જ સફળતાપૂર્વક આ આરોપીને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.