Halol

હાલોલના વિનાયક એસ્ટેટમાં પ્લાસ્ટિક કેરી બેગ બનાવતા બે યુનિટોમાં તપાસ, 20.3 ટન જથ્થો ઝડપાયો

103 ટન પ્લાસ્ટિકના દાણાનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો

હાલોલ: હાલોલના સાથરોટા રોડ પર વિનાયક એસ્ટેટ વિસ્તારમાં પ્લાસ્ટિક કેરી બેગ બનાવતા બે યુનિટોમાં હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી, ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારી હાલોલ પ્રાંત ઓફિસ કર્મચારીઓ સહીત પોલીસ ટીમ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ચેકીંગ હાથ ધરતાં બે યુનિટમાંથી 20.3 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા તે જથ્થા સહીત 103 ટન પ્લાસ્ટિકના દાણા નો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો હતો. ટાસ્ક ફોર્સ દ્વારા પ્લાસ્ટિક યુનિટોમાં ચેકીંગ હાથ ધરાતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થોનું ઉત્પાદન કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

જાણવા મળેલી માહિતી મુજબ હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી, ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારી હાલોલ પ્રાંત ઓફિસ કર્મચારીઓ તેમજ પોલીસ મળી સંયુક્ત રીતે હાલોલના સાથરોટા રોડ પર વિનાયક એસ્ટેટ વિસ્તારમાં વી જે પોલીપેક તેમજ અંકિત જૈન નામે બે પ્લાસ્ટિક કેરી બેગ બનાવતા યુનિટોમાં છાપો માર્યો હતો. બંને યુનિટમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા 20.3 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો અને 103 ટન દાણા જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે. જેની અંદાજિત બજાર કિંમત 1.25 કરોડ રૂપિયા થાય, તેમ હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું.

Most Popular

To Top