Halol

હાલોલના રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરના 11માં પાટોત્સવની ત્રિ-દિવસીય ભવ્ય ઉજવણી થશે

હાલોલ: કંજરી રોડ ચાર રસ્તા ઉપર રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરમાં તારીખ 28 થી 30 તારીખ સુધી જાહેર પાટોત્સવ ઉજવવામાં આવનાર છે. જેમાં પ્રથમ દિવસે તારીખ 28 ને બુધવારે રાત્રે 9:00 કલાકે સુંદરકાંડનો પાઠ રખાયો છે. તારીખ 29 ને ગુરૂવારના રોજ લોક ડાયરો રાત્રે 9:00 કલાકે કમલેશ બારોટ અને સચિન બારોટ કરશે. તારીખ 30 ના રોજ સવારે 6:00 કલાકે અભિષેક થયા બાદ 8:00 કલાકે યજ્ઞ પ્રારંભ થશે . ત્યારબાદ કંજરી રામજી મંદિરના મહંત રામચરણદાસજી મહારાજ અને રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંડળના આમંત્રણને માન આપીને ગુજરાતભરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી સંત સાધુઓ પધરામણી કરશે જેમાં વિશ્વ કેન્દ્રીય ધર્મચાર્ય અમદાવાદના મહંત અખિલેશ દાસજી મહારાજ, સુરતના મહંત સીતારામજી મહારાજ, મોડાસાના રામજીવનદાસજી ત્યાગી અને ડાકોર, ધનસુરા, વડોદરા ઇસ્કોન મંદિર, કાવી કંબોઇ બેરાડીથી અસંખ્ય સંતોનું સાંજે 4:00 કલાકે આગમન થશે. ત્યારબાદ સંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવશે. હાલોલ વિસ્તારના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા પંચમહાલ જિલ્લા સહકારી સંઘ ડિરેક્ટર મયુરધ્વજ સિંહ પરમાર તથા પંચમહાલ જિલ્લા પ્રમુખ મયંક દેસાઈ અને હાલોલ નગરપાલિકાના પ્રમુખ ,ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષ અને તમામ સભ્યો હાજરી આપશે.
ત્યારબાદ રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરના પાટોત્સવ યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે 5:00 કલાકે થશે. ત્યારબાદ મહા આરતી સાંજે 5:00 કલાકે અને ત્યારબાદ મહાપ્રસાદીનો લાભ હાલોલ તાલુકાના તમામ રહેવાસીઓને મળશે.

Most Popular

To Top