હાલોલ:
હાલોલ નગરમા પાવાગઢ રોડ કુંભારવાડા પાસે આજે ગુરૂવારે વહેલી સવારે એક હુન્ડાય કંપનીની કારમા અચાનક આગ લાગવાની ઘટના બની હતી, જોકે સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી પરંતુ આગમાં કાર બળીને ખાક થઇ જવા પામી હતી.

જ્યારે આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે મુખ્ય રોડ ઉપર અવર-જવર કરતા લોકો આશ્ચર્ય lચકિત થઈ ગયા હતા. આગ લાગવાની ઘટનાની જાણ હાલોલ નગર પાલિકા ફાયર ફાઇટર ટીમને કરતા તાત્કાલિક ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ કાર સંપૂર્ણ આગમાં ભસ્મ થઈ જવા પામી હતી. જેથી કાર માલિકને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
