હાલોલ:
હાલોલ તાલુકાના નાથકુવા ગામેથી સિદ્ધાંત જીવ દયા પ્રેમી ગ્રુપ પંચમહાલ દ્વારા 10 ફૂટ લાંબા
અજગરનું રેસ્ક્યુ કરાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર જીવદયા પ્રેમી ગ્રૂપ પંચમહાલને નાથકુવા ગામેથી અજગર અંગે ટેલિફોનિક જાણ કરાઈ હતી. તેથી જીવદયા પ્રેમી ટીમના સુનિલભાઈ, બીરબલભાઈ તેમજ પિનટુભાઈએ સ્થળ પર જઈ જોયું તો ઘરમા મુકેલા ઘાસમા અજગરે મરઘી પકડેલી હતી. અજગરની લંબાઈ આશરે 10 ફૂટ હતી. તો તેની જાણકારી ફોરેસ્ટ ઓફિસર આરએફઓ સતીષભાઈને કરી તેમના માર્ગદર્શન મુજબ પકડી માનવ વસવાટ થી દૂર જંગલમા છોડી દીધો હતો.