હાલોલ:
હાલોલ તાલુકા માં આવેલ દેવડેમ ખાતે રૂલ લેવલ જાળવવા અર્થે મંગળવારે સાંજના સમયે ડેમના ૪, ગેટ ખોલી પાણી છોડવાની ફરજ પડી હતી. જે આજે બુધવારે સાંજ સુધી પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલોલ તાલુકામાં આવેલ દેવ ડેમ ખાતે બુધવારના રોજ પણ બે દિવસના 12 ઇંચ વરસાદ તેમજ ઉપરવાસનું પાણીની ભારે આવકના પગલે દેવ ડેમના ચાર ગેટ ૦.૪૫ મીટર ૨૪ કલાક થવા આવ્યા છતા ખુલ્લા રાખવા ને પાણી છોડવાની ફરજ પડી છે.