Vadodara

હાર્દિક પંડ્યાના રોડ શો માં ઉમટેલી ભીડથી રેલીંગ તૂટી જતા અફરા-તફરી સર્જાઇ, એક યુવતી ઈજાગ્રસ્ત



ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો ગઈકાલે કર્મભૂમિ વડોદરા ખાતે ભવ્ય રોડ-શો યોજાયો હતો. આ રોડ-શોમાં ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરંતુ જોતજોતામાં જનમેદની એટલી બધી ઉમટી પડી હતી. રેલીંગ તૂટી જતા અફરા-તફરી સર્જાઇ હતી અને એક યુવતી ઈજાગ્રસ્ત થઇ હતી. જેના બાદમાં 108 મારફતે ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
સંસ્કારી નગરી વડોદરામાં ગઈકાલે જાણેકે કોઈ દિવાળી શરુ થઇ હોય તેવો માહોલ સર્જાયો હતો. કારણકે ટી-20માં વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીતમાં મેળવતા વડોદરાના હાર્દિક પંડ્યા માટે સ્વેજલ વ્યાસની આગેવાનીમાં રિવોલ્યુશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગઈકાલે હાર્દિક પંડ્યાને સન્માનિત કરવા માટે ભવ્ય રોડ-શોનું આયોજન કર્યું હતું. જે દરમિયાન હજારોની સંખ્યામાં ક્રિકેટ રસીકો ઉમટી પડ્યા હતા.
જોતજોતામાં હાર્દિક પંડ્યાના ફેન્સનો જનસૈલાબ એટલો બધો વધી ગયો કે ધક્કા મુક્કી થવા લાગી હતી. એટલું જ નહીં રોડ-શોમાં લોકોનો ધસારો વધી જતા નવલખી સોલાર પેનલ નીચે રેલીંગ તૂટી ગઈ હતી. જેના કારણે રેલીંગ પર ઊભા રહેલ તમામ લોકો રેલીંગ સાથે એક યુવતી પર પડ્યા હતા. રેલીંગ તૂટતાં યુવતીને પગમાં અને કમરમાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.
એટલું જ નહી હાર્દિક પંડ્યાનો ભવ્ય રોડ શો સમાપ્ત થયા બાદ ખુબ ચિંતાજનક દ્રશ્ય જોવા મળ્યા હતા. જેમાં અકોટા બ્રિજ પર અનેક લોકોના ચપ્પલ જ્યાં ત્યાં પડેલા હતા. તેમજ બ્રિજ પર લગાવેલી ગ્રીલ પણ તૂટેલી હતી. ભારે ભીડને કારણે લોકો વચ્ચે ધક્કા મુક્કી થતા આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતી.

Most Popular

To Top