છેલ્લા ઘણા સમયથી અસહય બફારાથી ત્રસ્ત પ્રજાને વરસાદી માહોલથી છુટકારો તો મળિયો પરંતુ જે પ્રમાણે ગઈ કાલથી વરસાદે પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડ્યું છે ત્યારે વડોદરા શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે આજ રોજ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાં છે રોડ તો જાણે ગાયબજ થઈ ગયા હોય તેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા.
વડોદરામાં સવારથી ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે,કારેલીબાગ વિસ્તારમાં આવેલ હાથીખાના ગેટની સામે ઇન્દિરા નગરમાં પાણી ભરાતા સ્થિતિ વિકટ બની છે,લોકોના ઘર સુધી પાણી ભરાઈ ગયા હતા,ત્યારે વરસતા વરસાદ વચ્ચે લોકોએ ઘરનો સામાન બહાર કાઢી રહ્યા હોવાના દ્રશ્ય સામે આવ્યા છે.
ગરમીથી રાહત પરંતુ વરસાદી પાણીથી ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.