સમગ્ર વડોદરા શહેર અને જિલ્લામાં વેહલી સવારથીજ એક ધર્યો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયાં.નીચાણ વાળા વિસ્તારોમાં પાણી જ પાણી થઇ ગયા વડોદરા સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબક્યો જેથી નેશનલ હાઇવે પર પણ પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. હાઇવે પોલીસે ભારે વરસાદમાં પણ પોતાની ફરજ બજાવતા લોકોએ આ કામગીરી ને બિરદાવી હતી.
અવાખલ, માલપુર, સુરાશામળ જેવા ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. વાદળછાયા વાતાવરણમાં વહેલી સવારથી જ વરસાદ ચાલુ થયો છે. પંથકમાં ખેતી લાયક મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તાલુકામાં સવારે 4થી 6 વાગ્યા સુધી 4 એમએમ અને સિઝનનો કુલ 283 એમએમ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં વડોદરા શહેરમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવો માહોલ સર્જાયો છે. ગુજરાત પર સ્થિર થયેલ લો-પ્રેશરના કારણે વડોદરામાં પણ ભારે વરસાદ આવ્યો છે તેમ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.