Vadodara

હાઇવે નં.8 ની ખસતા હાલત થી વાહન ચાલકો પરેશાન,અકસ્માતનો ભય

વડોદરા સાંસદને લોકોની રજૂઆત,તાત્કાલિક હાઇવે રોડ રિપેર કરાવો

વડોદરા શહેરમાં ભારે વરસાદે ભલભલાની ઊંઘ હરામ કરી નાખી છે અને જ્યારે રોડ રસ્તાની વાત કરીએ તો ખરાબ હાલત જોવો મળે છે વડોદરા શહેરમાં જ્યા જોવો ખાડા અને અસંખ્ય ભૂવા પણ જોવા મળ્યા છે . જેથી અવર જવર કરતી વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. એક તરફ વરસાદી પાણી ના કારણે ઠેર ઠેર પાણી ભરાયાં ની ફરીયાદ છે અને એકપણ રોડ વાહન ચલાવવા માટે સુરક્ષિત નથી એવામાં વડોદરા હાઈવેની વાત કરીએ તો નેશનલ હાઇવે નં.8 ની હાલત ખુબ ખરાબ જોવા મળી રહી છે. સત્તાપક્ષ કહે છે અમે રોડ બનાવ્યા પણ હાલ રોડની હાલત ખુબજ ખરાબ જોવા મળી રહી છે કેહવામાં તો આ હાઇવે છે પરંતુ હાઈવેના રોડ કદી ન જોયા હોય એવી છે હાઇવે પર પુર જડપે હેવી વાહનો જતા હોય છે અને હાઇવે એક માત્ર એવો રોડ છે જ્યાંથી વાહન ચાલકો થોડી ક્ષણો માં પોતાની નિર્ધારિત કરેલ જગ્યા પોહચી શકે પરંતુ હાઇવે ન.8 પર વરસાદી પૂર્ણ પાણી ભરાયાં પછી હાઇવે પર ખૂબ ખાડા પડી ગયા જોવા મડી રહયા છે જેનાથી અવર જવર કરનારા વાહનોને અને લોકોને ખુબજ તકલીફ પડી રહી છે અને વહોને નુકશાન પણ થઈ રહ્યું છે. હાઇવે નં. 8 ના આખડા નું પુરાણ જલ્દી થી કરવામાં આવે અને રોડ દુરસ્ત કરવામાં આવે એવી માંગ સાથે કેટલાય લોકો વડોદરાના સાંસદ ડો હેમાંગ જોશી ને આ બાબતે જાણ કરી જલ્દી રોડ બનાવવામાં આવે એવી અપીલ કરી હતી . જોવાનું એ રહ્યું કે આ હાઇવે હવે ક્યારે રિપેર થાય અને કેટલી વહેલી તકે સમારકામ કરી હાઇવે કેહવાય એવો બને છે.

Most Popular

To Top