Vadodara

હસી મજાકમાં અપશબ્દો બોલતા સાળા બનેવી પર બે ઇસમોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

મજાક કરતા ત્રણ જણા પોતાને અપશબ્દો બોલી રહ્યાની શંકાએ પત્થર અને લોખંડની એગલથી હૂમલો

ઇજાગ્રસ્ત ને હાથે ફ્રેકચર થતાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 27

મકરપુરા જીઆઈડીસીમાં ફરજ બજાવતા બનેવી તથા બે સાળા આપસમાં એકબીજાને હસી મજાકમાં અપશબ્દો બોલી રહ્યાં હતાં તે દરમિયાન ત્યાંથી પસાર થતા બે લોકોએ ગાળો કેમ બોલે છે તેમ કહી પત્થર અને લોખંડની એગલથી હૂમલો કરતા એકને હાથે ફ્રેકચર થતાં સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ બિહારના નવાદા જિલ્લાના બીજુબીગગહા ગામના અને હાલમાં મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળના વૈકુંઠધામ સોસાયટીમાં પોતાના બહેન બનેવીના મકાનમાં રહેતા આશિષ સુરેન્દ્રપ્રસાદ કુસવાહા તથા તેનો નાનો ભાઇ આકાશ રહે છે અને મકરપુરા જીઆઈડીસીમાં લક્ષ્મી એન્જિનિયરિંગ કંપનીમાં ત્રણેય ફરજ બજાવે છે ગત તા.25 ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે ત્રણેય કામ કરતા હતા તે દરમિયાન આપસમાં એકબીજાને હસી મજાકમાં અપશબ્દો બોલી રહ્યાં હતાં તે દરમિયાન સન્ની કુશવાહા તથા ભગીરથપ્રસાદ કુશવાહા ત્યાંથી પસાર થતા હતા તેઓએ આશિષને “ગાળો કોને અને કેમ બોલે છે” તેમ જણાવી અપશબ્દો બોલી ઝપાઝપી કરી આશીષને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આશિષના બનેવી ચંદન કુશવાહા સન્ની કુશવાહાને કહેવા ગયા હતા તે દરમિયાન સન્નીએ પત્થર થી ચંદન કુશવાહા ને છાતીના ભાગે મારી દીધો હતો સન્ની સાથે ભગીરથ કુશવાહા પણ આવી ગયો હતો અને નીચે પડેલી લોખંડની એગલથી આશિષને બંને હાથે ફટકારી દીધી હતી તથા ચંદનને પણ પીઠમાં એગલ ફટકારી હતી અને સન્ની તથા ભગીરથ ભાગી ગયા હતા.ચંદને 108ને ફોન કરીને આશિષને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડ્યો હતો ત્યાંથી પ્રાથમિક સારવાર બાદ આશિષને મકરપુરા ખાતે આવેલી ગુપ્તા હોસ્પિટલમાં ખસેડતા ત્યાં આશિષને ડાબા હાથના કાંડા ના ભાગે ફ્રેકચર હોવાનું જાણવા મળ્યું હતું આ સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી.

Most Popular

To Top