Vadodara

હવે 70 દિવસ જ બાકી, વિશ્વામિત્રી ભૂખી કાંસની કામગીરી સમયસર પૂર્ણ કરો: મહાવીરસિંહ રાજપુરોહિતની બજેટ સભામાં રજૂઆત



વોર્ડ નં.2ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહીતે વડોદરા મહાનગરપાલિકાની બજેટ બેઠકમાં ચર્ચા કરતા વિશ્વામિત્રી કાંસની કામગીરી સમયસર પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. કેમકે 100 દિવસની મર્યાદામાં હવે માત્ર 70 દિવસ જ બાકી રહ્યા છે.

મહાવીરસિંહે જણાવ્યું હતું કે જુલાઈ ઓગસ્ટ ચોમાસામાં શહેરમાં 3 વાર પુર આવ્યું. શહેર અને અમારા વિસ્તારના લોકોને કરોડો રૂપિયા નું નુકસાન થયું અને સાથે ખૂબ વેદના સહન કરવી પડી. શહેરના લોકો અને આપણે સૌ સાથે રહીને તે પરિસ્થિતિમાંથી બહાર આવ્યા.. મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીએ શહેરની જેતે સમયે મુલાકાત લઈને 1200 કરોડની સહાય તાત્કાલિક ધોરણે મંજુર કરી હતી.. પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સેન્ટ્રલ સરકાર દ્વારા બાબુભાઇ નવળાવાળા ની અધ્યક્ષ સ્થાને વિશ્વામિત્રી પુર નિવારણ સમિતિ બનાવી અને સમિતીએ પૂર્ણ અભ્યાસ કરીને રિપોર્ટ આપી કેવી રીતે કામ કરવું જોઈએ એની માહિતી સુપ્રત કરી દીધી હતી.

જેમણે આપણને મદદ કરવી હતી તેમણે કરી દીધી. હવે શહેર ના નાગરિકો આપણી સામે જોઈ રહયા છે કે આપ શુ કરવાના છો. જે પ્રોજેક્ટ 1 મહિના પહેલા બનાવ્યો હતો. તે સમય 100 દિવસનો સમય આપ્યો હતો, તેમાં હવે માત્ર 70 દિવસ વધ્યા છે. અને સમસ્યાનું નિરાકરણ થતું અમને દેખાતું નથી.

તો હવે આ બાબતે મારી રજુઆત છે ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરો. સમય પાણીની જેમ વહી રહ્યો છે વિસ્તારના લોકો અમને પૂછી રહ્યા છે કે ભૂખી અને વિશ્વામિત્રી ની કામગીરી ક્યારે પૂર્ણ થશે ? હવે જો સમયસર આ કામગીરી પૂર્ણ ના કરો તો લોકો આપણને માફ નહીં કરે.

આગળ પણ મેં રજુઆત કરી હતી કે અમારા વોર્ડના 2 કામ ઓછા કરશો તો ચાલશે. પણ અધૂરી કામગીરીના લીધે જો ફરી પુરની પરિસ્થિતિનું નિર્માણ થશે તો હું ચલાવી ચલાવી લઈશ નહીં.

Most Popular

To Top