વડોદરામાં ખાડા કે ખાડામાં વડોદરા…?
વડોદરા શહેરના પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો વડોદરા શહેરને સ્માર્ટ કહીને ઉલ્લુ બનાવી રહ્યા છે .
વડોદરામાં રોડ રસ્તા પર પડતા ભૂવા એ નવો રેકોર્ડ બનાવ્યો છે. સમયાંતરે અલગ અલગ વિસ્તારમાં ભુવા પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે આજે જેતલપુર રોડ પર શ્રીજી અવન્યુની સામે મુખ્ય રોડ પર ભુવો પડ્યો હતો . ઊંડો ભુવો પડતા જાણીએ અજાણ્યે વાહન ચાલકનું વીલ અંદર ફસાય અને કોઈ અકસ્માત સર્જાય એનો જવાબદાર કોણ એવા પણ સવાલો ઉઠ્યા છે.
કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત છે માત્ર ખાડાઓ પૂરી દેવામાં જ રસ ધરાવતા હોય તેમ દેખાઈ આવે છે જેના કારણે વારંવાર ભુવા એનું સ્વરૂપ મુખ્ય માર્ગો પર લેતું રહે છે. પેચ વર્ક કરેલી જગ્યાએ ફરી ભુવા પડવા એ સીધી વાત છે જ્યારે પણ ત્યાં પેચ વર્ક કર્યું છે ત્યાં પૂરતું પુરાણ નથી કર્યું માત્ર દેખાડા પૂરતું કામ કરી સંતોષ માન્યા હોય તેમ પેચ વર્કની જગ્યાએ જ ફરિ ભૂવા પડે છે.
વડોદરામાં અધિકારીઓ અને પદ અધિકારીઓ સંકલન કરી ને કામ કરે અને વડોદરા નગરીને ભુવા નગરી નું નામ ખતમ કરી સ્માર્ટ સિટી વડોદરા તરીકે ઓળખાય તેવી લોકો ની માંગ ઉઠી છે.