એક માર્ચથી મોટર વિહિકલના કડક નવા નિયમો ફેરફારો થતા 10 ગણો દંડ ફટકારાશે
આરટીઓના તમામ નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે સરકારની લાલ આંખ
સગીર વયના બાળકો લાયસન્સ વિના વાહન ચલાવતા હોય તો હવે 25,000 નો દંડ થશે
રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી જાહેર માર્ગો પર તમામ નીતિ નિયમનો ભંગ કરીને વાહન હંકારતા વાહન ચાલકો સામે સરકારી લાલ આંખ કરી છે એક માર્ચથી નવા નીતિ નિયમોનો અમલ કરવા ટ્રાફિક અને પોલીસ તંત્રને તાકીદ કરી છે.
ગુજરાતમાં ઠેર ઠેર જાહેર માર્ગો પર થતા કમકમાટીભર્યા અકસ્માતોના પગલે સરકારી તંત્ર પણ ચોકી ઉઠ્યું છે. શહેરના જાહેર માર્ગો હોય કે પછી સ્ટેટ હાઈવે પર અકસ્માતોના પગલે સેકડો નિર્દોષો અને રાહદારીઓ પણ મોતને ઘાટ ઉતરે છે. સરકારના અણઘઙ નિયમો અને તદ્દન નજીવા દંડના પરિણામે વાહન ચાલકો કાયદાની છટકબારીનો લાભ લઈને નજીવો દંડ ભર્યા બાદ છૂટી જતા હોય છે. આવી અનેક ગંભીર બાબતોના કારણે અકસ્માતોની વણથંભી વણઝારના કારણે સરકાર પર ઘણા સમયથી પ્રસ્તાવોની હારમાળા સર્જાઈ હતી. આખરે રહી રહીને કુંભકર્ણોની નિંદ્રાસનમાંથી જાગતી સરકારે આરટીઓ ના નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા હતા. જેનો અમલ પહેલી માર્ચથી કડકાઇ ભર્યા કાયદાથી થશે.
મોટર વ્હીકલ એક્ટના નવા કાયદામાં નશો કરીને ડ્રાઇવ કરતા ચાલકો ને એક હજાર થી 1500 રૂપિયાનો દંડ હતો. જે વધીને સીધો જ 10000નો દંડ અને ના ભરે તો છ માસની કેદ ફટકારાશૅ. હેલ્મેટ,સીટ બેલ્ટ,ત્રણ સવારી ના ગુનામાં ₹100 ના બદલે 1000 નો દંડ થશે. તેમજ લાયસન્સ વિના વાહન ચલાવવું, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો તેમજ જાહેર માર્ગ ઉપર ભયજનક સ્પીડે વાહન હંકારતા ચાલકોને 500 રૂપિયાના બદલે દસ ગણો વધુ 5,000નો દંડ ફટકારાશે.
સૌથી વધુ સગીર વયના બાળકોને લાઇસન્સ વિના તેમના પરિવારજનો વાહન આપે છે l,જે સગીર આરટીઓના કોઈપણ પ્રકારના કાયદા ન જાણતા હોવાના કારણે જાહેર માર્ગો ઉપર ફિલ્મી ડબે અને ભયજનક સ્પીડે સ્પીડે વાહન ચલાવીને ક્યારેક અકસ્માતો સર્જે છે. હવે સગીર બાળકોને વાહન આપતા પહેલા વાલીવારસોએ ખાસ ચેતવું પડશે. કારણ કે આ પ્રકારના અકસ્માતનો દંડ માત્ર ₹2500 હતો જે વધીને સીધો ₹25,000 ચૂકવવો પડશે. તદ ઉપરાંત ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને વાહનનું રજિસ્ટ્રેશન પણ એક થી ત્રણ વર્ષ માટે રદ થઈ શકે છે તેમજ વીમા વગર, પીયુસી વિના ઓવરલોડિંગ માલ ભરવો એમ્બ્યુલન્સ જેવા સેવાકીય વાહનોને સાઈડ ના આપવી, તેમને પણ આકરો દંડ ફટકારવામાં આવશે. વાહન ચલાવવું, કાયદાની ચુંગાલમાંથી બહાર નીકળવા અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે.
નવા કાયદાનો કડકાઈ ભર્યો અમલ કરવાથી તંત્રે એવી આશા વ્યક્ત કરી છે કે આગામી સમયમાં વાહન અકસ્માતોમાં અનેક ગણો ઘટાડો થશે. વાહન ચાલકોમાં પણ જાગૃતિ આવવાથી અકસ્માતોના પ્રમાણમાં બેહદ ઘટાડો થશે.
બાળકોને બાળપણથી જ નિયમોની જાણકારી આપવી જોઈએ
આજની ઉગતી પેઢીના અભ્યાસમાં સગીર વયથી જ ટ્રાફિકના નિયમોને બાબતે જાણકારી આપવી જોઈએ. એવું વીતેલી પેઢીના નાગરિકોનું ખાસ માનવું છે મોબાઇલ અને અભ્યાસ આજના જમાનામાં એ બંને એકબીજાના પૂરક બની ગયા છે. તો સગીર વયના બાળકોને નાનપણથી જ વાહન વ્યવહારના ચોક્કસ નિયમોની જાણકારી અભ્યાસથી જ મળે તો વાહન હંકારવા બાબતની જાગૃતિ સમયસર આવે. પશ્ચિમના દેશોમાં જે રીતે ક્રોસિંગ ઉપર ટ્રાફિક પોલીસ ન હોવા છતાં એકદમ કડક કાયદાના પગલે યોગ્ય ટ્રાફિક કંટ્રોલ થતો હોવાથી અકસ્માતો પ્રમાણ મહદ અંશે ઘટે છે. તે જ પ્રથા આપણે ત્યાં પણ આરંભ થાય તો ભવિષ્યમાં વાહન અકસ્માતો પર કંટ્રોલ થઈ શકે.
