વડોદરાનું મધ્યમાં આવેલા સુરસાગરમાં થોડા દિવસ પહેલા અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી. ત્યારપછી ફરી એક વાર ત્યાં માછલીઓ મૃત્યુ પામી હતી તે છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતા. આજે ગોત્રી વિસ્તારના તળાવની અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં જોવા મળી હતી.સ્થાનિકોનું કેહવુ છે કે ગોત્રી તળાવની દેખરેખ રાખવા માટે પાલિકા દ્વારા કોઈ સિક્યોરિટી કે માણસ મૂકવામાં આવ્યો નથી .કોઈ પણ વ્યક્તિ આ તળાવ માં ઝેરિલો કચરો નાંખી શકે છે . ખાણી પીણી ની લારીઓ પણ પોતાનો ખરાબ ખોરાક પણ આ તળાવમાં નાખે છે. જેનાથી તળાવ માં ગંદકી થાય છે અને દુર્ગંધ આવે છે. આ તળાવ માં જંગલી વનસ્પતિ પણ ફેલાઈ ગઈ છે જેથી તળાવ નું અસ્તિત્વ ખતરામાં માં છે. તળાવ નું બ્યુટી ફિક્શન અધૂરું છોડી દેવામાં આવ્યું છે . સ્થાનિકો નું કહેવું છે કોર્પોરેટર,ધારાસભ્ય પાલિકા ના અધિકારી ગોત્રી તળાવની મુલાકાત લે અને વ્યવસ્થા કરે સાથે સિક્યોરિટી પણ મૂકે જેથી આવી ઘટના ફરી ના બને.
હવે ગોત્રી તળાવમાં અસંખ્ય માછલાં મરી ગયા
By
Posted on