વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સમગ્ર સભામાં કોર્પોરેટરો દ્વારા અંતિમ સંસ્કાર સમયે પણ યોગ્ય સુવિધાઓ મળતી નથી તે અંગે હોબાળો મચાવાયો હતો. ત્યારે હવે બીજી બાજુ કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના 31 સ્મશાનનું આઉટસોર્સિંગ કરવાની કાર્યવાહી સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરી હતી. જેના ભાગરૂપે આજે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. કુલ 31 સ્મશાન પાછળ હાલમાં રૂ.4 કરોડનો વાર્ષિક મેન્ટેનન્સનો ખર્ચ થઈ રહ્યો છે હવે આઉટસોર્સિંગથી કામગીરી કરાવવા પાછળ રૂ.10.43 કરોડનો ખર્ચ થશે.
રૂ.4 કરોડના ખર્ચમાં અનેક સ્મશાનોમાં યોગ્ય રીતે મેન્ટેનન્સ કરવામાં આવતું નથી જેથી ખર્ચ ઓછો થાય છે. કોર્પોરેશન દ્વારા આઉટસોર્સિંગની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં ત્રણ સ્વૈચ્છિક સંસ્થાઓએ ટેન્ડર ભર્યા હતા. જેની પાછળ વાર્ષિક રૂ.10.43 કરોડનો ખર્ચ થશે એમ દરખાસ્તમાં જણાવવામાં આવ્યું છે.
વડોદરા કોર્પોરેશનની જન્મ મરણ શાખા હસ્તકના વડોદરા શહેરમાં આવેલા સ્મશાનગૃહોની કામગીરી વિવિધ સંસ્થાઓ પાસેથી આઉટસોર્સિંગથી કરાવવા ભાવપત્રો મંગાવવામાં આવ્યા હતા. જેમાં ત્રણ સંસ્થાઓના ટેન્ડરો આવ્યા છે. ઉત્તર ઝોનમાં આવેla સ્મશાનો માટે માધુરી એજ્યુકેશન ટ્રસ્ટ, સંત કબીર રોડ, દક્ષિણ ઝોનમાં આવેલા સ્મશાનો માટે જય અંબે સેનેટરી માર્ટ, નરહરિ હોસ્પિટલ પાસે, ફતેગંજ, પૂર્વ ઝોનમાં આવેલ સ્મશાનો માટે આધાર ફાઉન્ડેશન.માંડવી,યુનિયન બેંકની સામે, શામળ બેચર પોળ પશ્ચિમ ઝોનમાં આવેલા સ્મશાનો માટે જય અંબે સેનેટરી માર્ટ, નરહરિ હોસ્પિટલ પાસે, ફતેગંજ જન્મ-મરણ શાખા હસ્તકના વડોદરા શહેરમાં આવેલા સ્મશાનગૃહોની કામગીરી સંસ્થાઓ પાસેથી આઉટસોર્સિંગથી કરાવવાના કામે અંદાજીત રકમ રૂ.10,43,66,487/- સામે ભાવ ભરનારા સંસ્થાઓ પાસેથી સ્મશાનોની કામગીરી આઉટસોર્સિંગથી કરાવવા તેમજ, આ અંગેનો થનાર ખર્ચ ,તેમજ હાલમાં કાર્યરત કર્મચારીઓ, સફાઇસેવક, વોચમેનને છૂટા કરવા, તેમજ ઈજારા દરમ્યાન લાઈટબીલો તેમજ ગેસબીલોની રકમ ઈજારદાર દ્વારા ભરીને બીલ રજુ કર્યેથી તેમને ચુકવણું કરવા, ઈજારદાર દ્વારા ઈજારાની મુદત દરમ્યાન રાજ્ય સરકારના અધ્યતન શ્રમ આયુક્ત કચેરીના પરિપત્રના આધારે માનવદિન કર્મચારીને વેતન ચુકવણું કરવા તેમજ સંસ્થાઓ દ્વારા જો બે વર્ષ સારી અને સંતોષકારક કામગીરી કરવામાં આવે તો વધુ એક વર્ષ માટે તેઓને કામગીરી સોંપવા માટે મ્યુનિસિપલ કમિશ્નરને સત્તા આપવાના કામને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરી મંજુરી મેળવી આપવા દરખાસ્તમાં જણાવ્યું છે.
હવે અંતિમ સંસ્કારનું પણ આઉટસોર્સિંગ, 31 સ્મશાનના મેઇન્ટેનન્સ પાછળ રૂ. 4 કરોડના બદલે રૂ. 10.43 કરોડ ખર્ચાશે
By
Posted on