Vadodara

હવેથી સાયબર ફ્રોડના ગુનામાં ફ્રોડની રકમ ખાતામાં હોય તે સિવાયનું બેંક એકાઉન્ટ ફ્રિજ્ડ નહીં થાય: DYSP બી.એચ.ચાવડા…

હવેથી સાયબર ફ્રોડના ગુનામાં ફ્રોડની રકમ ખાતામાં હોય તે સિવાયનું બેંક એકાઉન્ટ ફ્રિજ્ડ નહીં થાય-નાયબ પોલીસ અધિક્ષક સાયબર ક્રાઇમ, વડોદરા ગ્રામ્ય ડિવિઝન

સરકારે વર્ષ-2023માં સાયબર ફ્રોડની ઘટનાઓમાં 20કરોડ જેટલી રકમ રિફંડ પેટે પરત અપાવી છે તે જ રીતે વર્ષ-2024 દરમિયાન અંદાજે 54 થી 55કરોડની રકમ રિફંડ પેટે પરત અપાવી છે.

લોકોને લોભ લાલચમાં નહીં આવવા તથા ખોટી ફ્રોડ એપ ડાઉનલોડ નહીં કરવા તેમજ કોઇપણ પ્રકારના મેસેજીસ થકી ઓટીપી નહીં આપવા અપીલ કરી હતી

અત્યારના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં સાયબર ફ્રોડના બનાવો ખૂબ મોટા પ્રમાણમાં વધ્યા છે. લોકોને તેમના મોબાઇલ, લેપટોપ કે કોમ્પ્યુટર પર ફ્રોડ સાઇટ કે મેસેજીસ થકી લોભામણી લાલચો આપી તેઓના ઓટીપી મેળવી તેમના બેંક ખાતામાંથી નાણાંકીય ઉચાપત કે ફ્રોડ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આવા સાયબર ફ્રોડ ઓનલાઇન ગુનાઓને રોકવા સાયબર ક્રાઇમ વિભાગની રચના કરી સાયબર ક્રાઇમ પોલીસને વધુ હાઇટેક બનાવી છે સાથે જ સાયબર ફ્રોડ અંગે કાયદાકીય જોગવાઇ કરી છે જેના કારણે સરકારે સાયબર ફ્રોડ થકી ભોગ બનેલા લોકોને વર્ષ-2023 માં અંદાજે રૂપિયા 20 કરોડ રિફંડ પેટે પરત અપાવ્યા હતા અને વર્ષ-2024મા રૂપિયા 54 થી 55 કરોડ જેટલી રકમનું રિફંડ કરાવ્યું છે.હવે આવા ફ્રોડના કિસ્સામાં જેના ખાતામાં ફ્રોડની રકમ જમા થઇ છે તેવા ત્રાહિત વ્યક્તિ/વેપારીના સંપૂર્ણ એકાઉન્ટ ને ફ્રિજ્ડ કરી દેવામાં આવતા હતા જેના કારણે તે અજાણ વ્યક્તિ ને એકાઉન્ટ સંપૂર્ણ ફ્રિજ્ડ થવાથી ખૂબ તકલીફ પડતી હતી તેની જગ્યાએ હવે ફક્ત ફ્રોડ થયેલી રકમ પૂરતું એકાઉન્ટ ફ્રિજ્ડ કરાશે બાકી લોકો/વેપારી દ્વારા જરૂરી પૂરાવાઓ રજૂ કરતા બાકીનું એકાઉન્ટ ફ્રિજ્ડ નહીં કરાય.

નાયબ પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય ડિવિઝન કચેરી થી ડીવાયએસપી બી.એચ.ચાવડા (વડોદરા સાયબર શાખા) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે. પહેલાં લૂંટ, ચોરી, ચીલઝડપ જેવા પ્રત્યક્ષ ગુનાઓ થકી લૂંટફાટ ના બનાવો બનતા હતા પરંતુ આધુનિક અને ટેકનોલોજીના યુગમાં ફ્રોડ કરવા માટે ઓનલાઇન ફ્રોડ કરવામાં આવે છે. સરકાર જાગૃત છે સરકાર દ્વારા સાયબર ક્રાઇમ પર અંકુશ લાવવા નવા ટેકનોલોજી સાથે પોલીસને હાઇટેક બનાવી છે શહેર ઉપરાંત તમામ જિલ્લામાં સાયબર ક્રાઇમ વિભાગ બનાવવામાં આવ્યા છે. અને કોઇ પણ જો ફ્રોડનો શિકાર બને તો તે વ્યક્તિ 1930 હેલ્પલાઈન નંબર પર પોતાની ફરિયાદ કરી શકે છે. લોકોને કોઇપણ વ્યક્તિને ઓટીપી ન આપવા તેમજ ખોટી લાલચમાં આવી ગમે તે વેબસાઇટ પર ન જવા પણ અપીલ કરવામાં આવી હતી.

Most Popular

To Top