શહેરમાં મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 69% જેટલું રહેવા પામ્યું
(પ્રતિનિધિ) વડોદરા તા.23
વડોદરા શહેરમાં મંગળવારે મોડી રાત્રે વરસાદ બાદ બુધવારે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું સાથે જ મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 69% સુધી પહોંચી ગયું હતું.
હવામાન વિભાગ દ્વારા આગામી તા.29 જૂલાઇ સુધી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હાલમાં બંગાળના ઉપસાગરમા વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે ગુરુવારથી આગામી તા 29 જૂલાઇ સુધી ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાની જમાવટ કરી છે જેના કારણે આ ભારે વરસાદ પવન ગાજવીજ સાથે થવાની શક્યતા છે. બીજી તરફ ગુજરાતમાં મોટા ભાગના શહેરોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં મંગળવારે મોડી રાતથી હળવો વરસાદ પડ્યો હતો જેના પગલે અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 19 ઇંચ જેટલો નોંધાયો છે. જો કે બુધવારે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું સાથે જ મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું સાથે લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 69% જેટલું રહેવા પામ્યું હતું. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં બુધવારે 3 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે શિનોર તાલુકામાં 5મીમી વરસાદ નોંધાયો હતો. હાલમાં ઉપરવાસમાં વરસાદને પગલે આજવા સરોવરમાં પાણીની આવક વધી છે.
વડોદરા શહેરમાં જળાશયોની જળસપાટી રાત્રે 8 વાગ્યા સુધીમાં (ફૂટમાં)
આજવા ડેમ 211.20 ફૂટ
પ્રતાપપુરા ડેમ 222.36 ફૂટ
વિશ્વામિત્રી નદીની વિવિધ સ્થળોની જળસપાટી રાત્રે 8 વાગ્યા સુધીમાં (ફૂટમાં)
અકોટા બ્રિજ 9.52 ફૂટ
બહુચરાજી બ્રિજ 1.13 ફૂટ
કાલાઘોડા 7.21 ફૂટ
મંગલ પાંડે બ્રિજ 7.30 ફૂટ
મુજમહુડા બ્રિજ 7.33 ફૂટ
સમા -હરણી બ્રિજ 7.48 ફૂટ
વડસર બ્રિજ 5.17 ફૂટ