Vadodara

હરણી સ્કલ્પચર પાર્કમાં ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના 9 આકર્ષક સ્કલ્પચર્સ સ્થાપિત

ખાલી પેડસ્ટલમાં નવીન સ્ક્રેપ આર્ટથી બગીચાની શોભા અને પર્યાવરણ જાગૃતિમાં વધારો
વડોદરા :
વડોદરા મહાનગરપાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા હરણી સ્કલ્પચર પાર્ક ખાતે ખાલી પડેલા પેડસ્ટલમાં વેસ્ટમાંથી બેસ્ટના અભિગમ હેઠળ સ્ક્રેપ મટીરીયલમાંથી તૈયાર કરાયેલા ૯ નવા સ્કલ્પચર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. ખાલી પેડસ્ટલમાં આકર્ષક અને આધુનિક સ્કલ્પચર્સ મુકાતા બગીચાની કુલ શોભામાં નોંધપાત્ર વધારો થયો છે તેમજ પાર્કની સુંદરતા વધુ નખરી છે.
આ સ્કલ્પચર્સ લોખંડના ભંગાર, ટાયર જેવી નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યા છે. આવા પ્રયાસથી કચરાનું યોગ્ય સંચાલન શક્ય બનશે, લેન્ડફિલ સાઇટ પર જતો કચરો ઘટશે અને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ મળશે. આ સાથે જ નકામી વસ્તુઓમાંથી ઉપયોગી કલા સર્જવાની પ્રેરણા મળશે.
સ્કલ્પચર પાર્કમાં મુકાયેલા આ શિલ્પો દ્વારા નાગરિકોને ‘RRR’ (Reduce, Reuse, Recycle) નો સ્પષ્ટ સંદેશ મળશે, જેના કારણે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાશે. વેસ્ટમાંથી બેસ્ટ બનેલા આ આધુનિક સ્કલ્પચર્સ ગાર્ડનની રોનકમાં વધારો કરશે અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
પાર્કસ એન્ડ ગાર્ડન શાખાના જણાવ્યા મુજબ, આગામી સમયમાં પણ ખાલી રહેલ પેડસ્ટલમાં આવી જ રીતે નવીન સ્કલ્પચર્સ સ્થાપિત કરવામાં આવશે, જેથી હરણી સ્કલ્પચર પાર્કની આગવી ઓળખ વધુ મજબૂત બને અને શહેરના નાગરિકોને પર્યાવરણ સંરક્ષણનો સકારાત્મક સંદેશ સતત મળતો રહે.

Most Popular

To Top