*બાળકને કાનમાં ઇન્ફેક્શન હોય રવિવારે હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ઓટો સ્કોપ મશીન ન મળતાં તેમજ બ્લડ સેમ્પલ દર્દીના સગાને અપાયું હોવાના આક્ષેપ સાથે હંગામો*
*સમગ્ર મામલે દર્દીના સગા તથા હોસ્પિટલ દ્વારા સામસામે વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી
*દર્દીના સગાએ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ઉદ્ધતાઈ કરી તથા રિસેપ્નિસ્ટ ને અપશબ્દો બોલી બહાર જોઇ લેવાની ધમકી આપ્યાનો હોસ્પિટલ પ્રશાસન દ્વારા આક્ષેપ*
(પ્રતિનિધિ) વડોદરા તા.08
શહેરના હરણી વારસિયા રીંગ રોડ ખાતે લોટસ હોસ્પિટલ નવજાત અને નાના બાળકો માટેની 24X7 હોસ્પિટલ આવેલી છે. જ્યાં છેલ્લા અઢી વર્ષથી એક જાવેદભાઇ નામના વ્યક્તિના આશરે અઢી વર્ષના બાળકની સારવાર ડો.હેમાંગની અંડરમાં ચાલતી હતી. બાળકને એક અઠવાડિયાથી વાયરસની સારવાર ચાલતી હતી, પરંતુ બાળકને કાનમાં દુખાવો થતાં તે બાળકને લઈને રવિવારે બપોરે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેઓ એમ.ડી.પિડિયાટ્રીક ડો.શૈલેષને મળ્યા હતા. જ્યાં તબીબે બાળકની તપાસ કરી કાનમાં રસી નિકળતી હોય ડો.શૈલેષ કાનમાં તપાસ માટેના ઓટો સ્કોપ મશીન લેવા માટે ગયા હતા અને દર્દીને બ્લડ સેમ્પલ લેવાનું જણાવ્યું હતું. પરંતુ પોણા કલાક સુધી મશીન ન મળતાં દર્દીના માતા પિતા અકળાયા હતા. જ્યારે બીજી તરફ દર્દીના સગાને બ્લડ સેમ્પલ હાથમાં આપવામાં આવતા સમગ્ર મામલે દર્દીના સગાએ રિસેપ્શન પર ફરજ બજાવતી મહિલા કર્મી તથા અન્ય એક મહિલા તબીબ સાથે સમગ્ર મામલે વાતચીત કરતાં ઉગ્ર મામલો બન્યો હતો અને હોબાળો થયો હતો.

ત્યારબાદ સોમવારે દર્દીના સગાએ હોસ્પિટલમાં આ મામલે મિડિયા ને બોલાવી હોસ્પિટલ તથા રિસેપ્શનિસ્ટ અને મહિલા તબીબ સામે લાપરવાહીના, ઉદ્ધતાઈ અંગેના આક્ષેપો સાથે વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ત્યારે સમગ્ર મામલે હોસ્પિટલ પ્રસાશન દ્વારા પણ દર્દી વિરુદ્ધ વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે તપાસ પૂછપરછ હાથ ધરી છે.

*બ્લડ રિપોર્ટના પૈસા ચૂકવી દીધા છતાં પૈસા બાકી છે તેમ કહી રિપોર્ટ ન આપ્યો*
અમારા બાળકને કાનમાં દુખાવો હોય અહીંની જ દવા ચાલતી હોવાથી અમે ડો.હેમાગ સાથે વાત કરી રવિવારે ડો.શૈલેષને મળ્યા હતા જ્યાં તેમણે ઓટો સ્કોપ મશીન શોધવા ગયા પરંતુ પોણા કલાક પછી ખાલી હાથે આવતા આ બાબતે પૂછતાં તેમણે મશીન મળતું નથી તેમ જણાવ્યું હતું બીજી તરફ આટલી મોટી 24X7 હોવા છતાં બ્લડ સેમ્પલ દર્દીના સગાએ જાતે જ લઈ ફરવાનું?એના કરતાં તો એસ.એસ.જી.હોસ્પિટલ સારી આ મામલે રિસેપ્શન પર મહિલા કર્મચારી અને મહિલા તબીબને પૂછતાં તેમણે ઉદ્ધત જવાબ આપ્યો હતો જેની વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
-જાવેદભાઇ, દર્દીના વાલી
*રવિવારે ઓટોસ્કોપ મશીન લોક એન્ડ કી માં હોય શોધવામાં થોડું મોડું થયું પરંતુ દર્દીના સગાએ ઇરાદાપૂર્વક હોસ્પિટલને બદનામ કરવા હંગામો મચાવ્યો*
બાળકને કાનમાં રસી નિકળતી હોય મને જાવેદભાઇએ ફોન કર્યો હતો પરંતુ રવિવારે હું અંગત કામે ઘરે હોય મેં એમ.ડી.પિડિયાટ્રીક ડો.શૈલેષ પાસે બાળકને ચેક કરાવી દવા માટે જણાવ્યું હતું બીજું કે ઓટોસ્કોપ મશીન મોંઘુ હોય છે રોજીંદા તે ઓપીડીમા હોય છે. પરંતુ રવિવારે આવા કેસ જૂજ આવતા હોય આ મશીન લોક એન્ડ કી માં હોવાથી તબીબને મળતા વાર લાગી. બીજી તરફ બ્લડ સેમ્પલ આગળ પાછળ ન થાય તે માટે દર્દીના સગાને આપ્યું હતું. પરંતુ જાવેદભાઇના પત્ની એ રિસેપ્શન પર ફરજ બજાવતી મહિલા કર્મી પર સેમ્પલ ફેંકી તેમને અને ડો.અંકિતાને અપશબ્દો બોલ્યા હતા અને બહાર જોઇ લેવાની ધમકી આપી હતી. જેના પૂરાવા છે જેથી રાત્રે રિસેપ્નીસ્ટ ને એમ્બ્યુલન્સ મારફતે ઘરે મૂકવા જવું પડ્યું હતું. સોમવારે ઇરાદાપૂર્વક હોસ્પિટલ ને બદનામ કરવા દર્દીના વાલીએ હોસ્પિટલમાં આવી હોબાળો મચાવ્યો હતો અને મિડિયા સમક્ષ ખોટા આક્ષેપો કર્યા હતા. જે અંગેની હોસ્પિટલ તરફથી દર્દીના સગા સામે અરજી આપવામાં આવી છે.
ડો.હેમાગ, પિડિયાટ્રિશિયન,લોટસ હોસ્પિટલ