Vadodara

હરણી લેકઝોનના ગેટ પાસે પાર્ક કરેલી મોટરસાયકલની ચોરી

પાર્ક કરી યુવક કંપનીની બસમાં નોકરી પર ગયો અને મોટરસાયકલ ચોરાઇ

*બજાજ કંપનીની મોટરસાયકલ જેની અંદાજે કિંમત રૂ. 10,000ની ચોરી અંગેની હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ*


(પ્રતિનિધિ) વડોદરા તા. 22


શહેરના હરણી વિસ્તારમાં રહેતો યુવક હાલોલ ખાતેની કંપનીમાં ફરજ બજાવે છે. ગત તા. 19 ફેબ્રુઆરીના રોજ યુવક પોતાની મોટરસાયકલ હરણી લેકઝોનના ગેટ પાસે લોક મારી પાર્ક કરીને કંપનીની બસમાં હાલોલ નોકરી પર ગયો હતો અને પરત આવ્યો ત્યારે પાર્ક કરેલી મોટરસાયકલ સ્થળ પર ન જણાતાં આશરે રૂ. 10,000ની કિંમતની મોટરસાયકલ ચોરી થઇ હોવાની હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરમાં દિનપ્રતિદિન ચોરીની ઘટનાઓ વધવા પામી છે.ઘરફોડ ચોરીની ઘટનાઓ ની સાથે સાથે વાહનચોરીના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.સ્માર્ટ સિટી વડોદરા શહેરમા યોગ્ય અને સુરક્ષિત પાર્કિંગ સ્થળોની યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકો ગમે ત્યાં પોતાના વાહનો પાર્કિંગ કરતા હોય છે. પરિણામે વાહનચોરોને મોકળું મેદાન મળી રહ્યું છે.બીજી તરફ પોલીસ તથા સ્થાનિક પ્રશાસન દ્વારા શહેરના ચારરસ્તા તથા કેટલાક જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા તો લગાવ્યા છે પરંતુ તેમાં ફક્ત વાહનોના ચલણના દંડ માટેના જ વાહનો નજરે પડે છે. બાકી વાહનચોરો, ગુનો કરતા ઇસમો અને મોડી રાત્રે ઘરફોડ ચોરી કરનારા, નંબર પ્લેટ વિના મોઢા પર રૂમાલ કે માસ્ક પહેરીને ચેન, અછોડા તોડનાર જણાતાં નથી.
શહેરના હરણી વિસ્તારમાં સિધ્ધાર્થ સ્ક્વેર ખાતે મકાન નંબર જી-404મા રહેતા બાબુભાઇ કપૂરજી સુથાર પોતાના પરિવાર સાથે રહે છે . તેમણે પોતાના દીકરા રાકેશભાઇ બાબુભાઇ કપૂરજી સુથાર માટે વર્ષ -2012મા બજાજ ડિસ્કવર કંપનીની મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -04-બીજે-4651ખરીદી હતી.ગત તા. 19 ફેબ્રુઆરીના રોજ રાકેશભાઇ મોટરસાયકલ લઈને બપોરે આશરે ત્રણ વાગ્યે ઘરેથી હાલોલ નોકરી જવા નિકળ્યો હતો અને મોટરસાયકલ હરણી લેકઝોનના ગેટ પાસે લોક મારી પાર્ક કરી કંપનીની બસમાં હાલોલ નોકરી પર ગયો હતો અને તા.20ફેબ્રુઆરીની રાત્રે આશરે દોઢ વાગ્યે પરત બસમાંથી ઊતરી પોતે પાર્ક કરેલી મોટરસાયકલ સ્થળ પર ગયો હતો .જ્યાં પોતાની મોટરસાયકલ ન જણાતાં તેણે આસપાસ તપાસ કરી હતી છતાં મોટરસાયકલ ન મળતાં ઇ-એફ.આઇ.આર.નોધાવી હતી જેમાં અંદાજે રૂ 10,000ની કિંમતની મોટરસાયકલ ચોરાઇ હોવાની ફરિયાદના આધારે હરણી પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top