- એડવોકેટ શૈલેષ અમીને પીએમ કેરની જેમ વડોદરા કેર ફંડ શરુ કરવા રજૂઆત કરી
હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ તળાવમાં ઘટેલી ગોઝારી ઘટનાને 2 મહિના પૂર્ણ થયા છે. 18 જાન્યુઆરીની ગોઝારી સાંજ 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોને ભરખી ગઈ હતી ત્યારે સોમવારે ત્રીજી માસિક પુણ્યતિથિએ કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તો સામાજિક કાર્યકર શૈલેષ અમીન દ્વારા પાલિકામાં વડોદરા કેર ફંડ શરુ કરવા રજૂઆત કરી હતી
હરણી લેકઝોન ખાતે 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના તળાવમાં ડૂબી જવાના કારણે કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને 2 મહિના પૂર્ણ થઇ ગયા છે. ત્યારે સોમવારે શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહની બહાર સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેર પ્રમુખ ઋત્વિજ જોષી, મનપાના વિપક્ષના નેતા અમી રાવત, ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિતના આગેવાનો આ સહી ઝુંબેશમાં જોડાયા હતા અને તંત્ર જોગ સંદેશ બોર્ડ ઉપર લખ્યો હતો.
તો સામાજિક કાર્યકર અને એડવોકેટ શૈલેષ અમીન દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી કે જે રીતે પીએમ કેર ફંડ ચાલે છે તે જ રીતે વડોદરામાં આ દુર્ઘટનાને લઈને વડોદરા કેર ફંડની શરૂઆત કરવી જોઈએ જેથી આવી ઘટનાઓમાં મૃતકોના પરિવારજનોને મદદ કરી શકાય.