મહિને પાચ હજાર નો દંડ , સજા, કે સેટિંગ ?
પાચ હજાર કોને મળશે ? ભોગ બનનાર માતા પિતા ને કે ….?
પાચ હજાર પેન્શન માંથી કાપી મ્યુનિસિપલ કમિશનર વરાણાનો ભીનું સંકેલવાનો પ્રયત્ન
18 જાન્યુઆરીના 2024ના રોજ વડોદરાની સનરાઈઝ સ્કુલે પિકનિકનું આયોજન કર્યા મુજબ બાળકોને શહેરના વધુ લોકપ્રિય એવા હરણી તળાવ પર ફરવા લઈ ગઈ હતી.દરમ્યાન બાળકોને હરણી લેકની રાઈડ કરાવા બોટમાં બેસાડવામાં આવ્યા હતા. દરમ્યાન બાળકોથી ભરેલ બોટ અચાનક પલટી ખાઈ ગઈ અને બાળકો ડૂબવા લાગ્યા. આ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષકોના મોત થયા હતા.
આ ગોઝારી દુર્ઘટના મામલે કોન્ટ્રાક્ટર સહિત સંચાલકો સહિત તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવી.દુર્ઘટનાને લઈને ચાલતી તપાસમાં કોર્પોરેશનના પૂર્વ કાર્યપાલક ઇજનેર ફરિયાદ દોષિત ઠર્યા. જો કે તેઓ વય નિવૃત્ત થયા હોવાથી ઇજનેર રાજેશ ચૌહાણને મળતાં પેન્શનમાંથી રૂ. 5 હજારની કપાતની શિક્ષા કરવાનો નિર્ણય કરાયો. પાચ હજાર પેન્શન માંથી કાપી ભીનું સંકેલવાનો પ્રયત્ન. ખાતાકીય તપાસ બાદ કસૂરવાર ઠરતા પેન્શન માંથી આજીવન 5 હજાર રૂપિયા કપાતની શિક્ષા કરતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.કસુરવાર ઠરેલ નિવૃત્ત પૂર્વ કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણની ધરપકડ થશે કે કેમ ની ચર્ચાએ પકડયું જોર છે.
પાલિકાના ફ્યુચરિસ્ટિક સેલના કાર્યપાલક નિવૃત ઈજનેર રાજેશ ચૌહાણની જવાબદારીની વાત કરવામાં આવે તો, રાજેશ ચૌહાણ પર હરણી લેક ઝોનમાં લાયસન્સ અને પરવાનગીઓ મેળવવામાં આવી છે કે કેમ, તેને રીન્યુ કરાવી છે કે કેમ, ઉપરાંત ડેવલોપરરે ક્વોલિફાઇડ અને સક્ષમ માણસો કામ પર રાખ્યા છે કે કેમ તે જોવાની જવાબદારી હતી.
રાજેશ ચૌહાણની શું જવાબદારી હતી?
1-હરણી લેક ઝોનમાં લાયસન્સ અને પરવાનગીની જવાબદારી
લાયસન્સ રિન્યૂ કરાવાની જવાબદારી
2-ડેવલોપરે કામ પર રાખેલા માણસોની ક્ષમતા જોવાની જવાબદારી
3-લેક પર સ્વચ્છતા અને CCTV કેમેરાની સુવિધાની જવાબદારી
4-બોટિંગ જેવી સુવિધામાં બોટના સાધનો અને રાઈડ્સ માટેના લાયસન્સ અને સેફ્ટી સર્ટિફિકેટની જવાબદારી
5-સમયાંતરે મેન્ટેનન્સ કરાવવાની જવાબદારી