દુર્ઘટનામાં મુખ્ય ભૂમિકા હોવાથી જામીન નકાર્યા, અગાઉ પણ એક આરોપીને જામીન મળ્યા નહોતા
હરણી બોટ કાંડના વીસ આરોપીઓ પૈકી 15ના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. બાદમાં વધુ ત્રણ આરોપીઓ જે જેલમાં રહ્યા હતા. તેઓએ પણ આજે કોર્ટમાં જામીન અરજી મૂકી હતી પરંતુ ત્રણેના જામીન કોર્ટે ના મંજૂર કર્યા હતા.
હરણી બોટકાંડમાં બાર બાળકો અને બે શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યા હતા. હજી તેના પરિવારજનોના આંસુ સુકાયા નથી તે પહેલા જ માત્ર ઘટના ઘટ્યા ને ચાર જ મહિના બાદ સૌપ્રથમ હાઇકોર્ટ માંથી ચાર મહિલા આરોપીઓને જામીન મળ્યા હતા. બાદમાં વધુ 11 જણને વડોદરા કોર્ટે જામીન આપ્યા હતા. ત્યારે આજે ત્રણ આરોપી એવા પરેશ શાહ, વત્સલ શાહ અને શાંતિલાલ સોલંકી એ પણ જામીન અરજી કોર્ટમાં મૂકી હતી. જોકે આ બોટ કાંડમાં તેઓની મુખ્ય ભૂમિકા હોવાથી કોર્ટે ત્રણેના જામીન નામંજૂર કર્યા હતા. અગાઉ નિલેશ જૈનના પણ જામીન નામંજૂર થયા હતા