Vadodara

હરણી દુર્ઘટનાને આજે તિથિ પ્રમાણે એક વર્ષ થયું પૂર્ણ, રોશની શિંદેના પરિવારે ઘર પર રાખ્યું વર્ષી શ્રાદ્ધ

વડોદરામાં ગયા વર્ષના હરણી બોટ કાંડને આજે તિથિ પ્રમાણે એક વર્ષ પૂરું થતા પીડિત રોશની શિંદેના પરિવારે વર્ષી શ્રાદ્ધ રાખ્યું હતું.



સોમવારે પ્રાંત અધિકારી સમક્ષ વાલીઓએ રજૂઆત કરી હતી તો ગતરોજ શાળા સંચાલકોએ એફિડેવિટ દાખલ કર્યું હતું . હરણી બોટ કાંડ મામલે શાળા જવાબદાર ન હોવાનું એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શાળાના આવા એફિડેવિટથી પીડિત પરિવાર રોષે ભરાયેલો છે.



આજે પણ પરિવારના સભ્યો ન્યાયની માંગ રહ્યા છે .સત્તા પક્ષના કોર્પોરેટર આશિષ જોશી પણ પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા.
અગાઉ પણ આશિષ જોશી હરણીકાંડનો મુદ્દો ઉઠાવી ચૂક્યા છે.



શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવા અગાઉ પણ આશિષ જોશી એ મુખ્યમંત્રી અને મ્યુનિસિપલ કમિશનરને કરી ચૂક્યા છે રજૂઆત

Most Popular

To Top