Vadodara

હરણી એરપોર્ટ પાસે કાર ડિવાઈડર પર ચડીને વીજ થાંભલા સાથે ભટકાઈ, બે લોકોને ઇજા



વડોદરા :
વડોદરા શહેરના હરણી રોડ પર એરપોર્ટ પાસે ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડીવાઈડર પર ચઢીને વીજ થાંભલા સાથે ભટકાઈ હતી. જેમાં કારમાં સવાર બે લોકોને ઇજાઓ થતા તેમને 108 એમ્બ્યુલન્સમાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વડોદરા શહેર પોલીસ નસામાં ધૂત થઈને વાહનો હંકારનાર ચાલકો ઉપર અંકુશ મેળવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. જેના કારણે નશો કરેલી હાલતમાં કાર ચલાવતા આ ચાલકો અકસ્માત કરતા હોય જેના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જાણ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે 1 જૂનના રોજ વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ ગોલ્ડન ચોકડી થી એરપોર્ટ સર્કલ તરફ આવતા એક ચાલક કાર વળાવવા માટે જઈ રહ્યો હતો તે દરમિયાન જ એકાએક બસ આવી ગઈ હતી. જેના કારણે ચાલકે બસને બચાવવા જતા કાબુ ગુમાવ્યો હતો અને કાર ડીવાઇડર પર ચડીને વીજ થાંભલા સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતના કારણે કોઈને કારમાં સવાર બે લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. દરમિયાન 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતમાં ઘવાયેલા બંને લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ બસ અને કાર ચાલકે અંદરો અંદર સમાધાન કરી લીધું હોય કોઈ પોલીસ ફરિયાદ પણ નહીં નોંધાઈ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જણા મળી રહ્યું છે.

Most Popular

To Top