ભંડારા સહિતના કાર્યક્રમોનું આયોજન
વડોદરા: દરવર્ષની જેમ આ વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાને હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે શહેરના વડોદરા ખાતે આવેલા પિપળીયા હનુમાનજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા મહાપ્રસાદીનુ આયોજન કરવામાં આવ્યું છે.
માંજલપુરમાં 50 હજારથી વધુ લોકો મહાપ્રસાદ લેશે
આજે ચૈત્રી સુદ પૂર્ણિમા સાથે મંગળવાર છે આજે ભગવાન રૂદ્રના આઠમા અવતાર એવા શ્રી રામભક્ત હનુમાનજીનો જન્મદિવસ છે. આજે દેશદુનિયા ના તમામ હનુમાનજી મંદિરોમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના માંજલપુર સ્થિત સરસ્વતી કોમ્પલેક્ષ નજીક આવેલા પિપળીયા હનુમાનજી મંદિર ખાતે દરવર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ પૂર્ણિમાને મંગળવારે વહેલી સવારે હનુમાનજી જન્મોત્સવની મહા આરતી યોજવામાં આવી હતી ત્યારબાદ હનુમાનજી મંદિરે ધ્વજા ચઢાવવામાં આવી હતી અને સુંદરકાંડનું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો બપોરે હનુમાનજીના જન્મોત્સવની કેક કાપી ઉજવણી કરાશે ત્યારબાદ બપોરે 3:00 કલાકે ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કથા અને ત્યારબાદ સાંજે આરતી થશે ત્યારબાદ સાંજે હનુમાનજી ની મહા આરતી બાદ જાહેર મહાપ્રસાદીનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પચાસ હજાર થી વધુ ભક્તો લાભ લેશે તેવી સંભાવના છે.
આજે ચૈત્ર સુદ પૂર્ણિમા ને હનુમાન જન્મોત્સવ નિમિત્તે શહેરના સુરસાગર કિનારે આવેલ હઠીલા હનુમાનજી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
આજે ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજી મહારાજનો જન્મદિવસ. આજે સમગ્ર હનુમાનજી મંદિરોમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી તેમજ શોભાયાત્રા, સુંદરકાંડનું આયોજન સાથે જ મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાશે ત્યારે શહેરના સુરસાગર કિનારે આવેલા હઠીલા હનુમાનજી મંદિર ખાતે છેલ્લા સાત દિવસથી અખંડ રામધૂન ચાલી રહી હતી જેની આજે વહેલી સવારે 5:30 કલાકે હનુમાન જન્મોત્સવની આરતી ત્યારબાદ સવારે 6:00 વાગ્યે રામધૂન સમાપ્તિ ની આરતી કરવામાં આવી હતી. અહીં હનુમાનજી દાદામા ભગવાન રામના દર્શન થાય તે રીતે શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ ભક્તોએ હનુમાનજી ની પૂજા અને દર્શન કર્યા હતા અહીં સાંજે 4:00કલાકે ભગવાન શ્રી સત્યનારાયણની કથા પૂજન રાખવામાં આવ્યું છે ત્યારબાદ સાંજે 6:00કલાકે પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે અને રાત્રે 8:30 કલાકે હનુમાનજી પરના ભવ્ય પર્ફોર્મન્સ નો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરના સર્વે ભક્તોને પધારવા અપીલ કરવામાં આવી છે.