શિનોર:
હડતાળ ઉપર ગયેલા શિનોર ના ક્લાસ ત્રણ ના 17 જેટલા આરોગ્ય કર્મચારીઓના શિનોર તાલુકા હેલ્થ ઓફિસ ખાતે રૂબરૂ જવાબ લેવાયા હતા.
શિનોર તાલુકાના ક્લાસ ત્રણ ના 17 જેટલા આરોગ્ય કર્મચારીઓ તારીખ 17 – 3 – 2025 થી આજદિન સુધીના સમયગાળા દરમિયાન ફરજમાં બિનઅધિકૃત ગેરહાજર રહી હડતાળ ઉપર ઉતર્યા હતા. આ તમામ આરોગ્ય કર્મચારીઓને તાલુકા હેલ્થ ઓફિસર ધ્વારા તહોમત બજાવી 24 કલાકમાં શિનોર તાલુકા હેલ્થ ઓફિસ ખાતે જવાબ રજૂ કરવા આદેશ કર્યા હતા. જેને લઈને 17 જેટલા આરોગ્ય કર્મચારીઓ શિનોર તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આજરોજ આવી પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા વહીવટી અધિકારી દોલતસિંહ મહીડા ધ્વારા તમામ આરોગ્ય કર્મચારીઓના જવાબ લેવામાં આવ્યા હતાં.આ દરમિયાન જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના મહામંત્રી અલ્પેશ ભાઈ બારિયાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.
