વડોદરામાં જર્જરિત મિલકતો અકસ્માતની ચિંતા ફેલાવે છે
વડોદરા શહેરમાં જર્જરિત મિલકતો સામે પાલિકાની નિષ્ક્રિયતા, ભ્રષ્ટાચાર અને ઉપેક્ષા ચિંતા ઉભી કરે છે. અનેક ફરિયાદો છતાં અધિકારીઓ નિર્ણાયક પગલાં લેવામાં નિષ્ફળ ગયા છે. જેના કારણે રહેવાસીઓને આશ્ચર્ય થાય છે કે શું પાલિકા જાહેર સલામતી સુનિશ્ચિત કરવા કરતાં ભ્રષ્ટ અધિકારીઓ અને મિલકત માલિકોના હિતોનું રક્ષણ કરવામાં વધુ રસ ધરાવે છે?
આ મુદ્દો વર્ષોથી ચાલી રહ્યો છે. ઘણી મિલકતો જર્જરિત છે અને રહેવાસીઓ તથા પસાર થતા લોકો માટે જોખમ ઊભું કરી રહી છે. પાલિકા દ્વારા કાર્યવાહીના અભાવે ભ્રષ્ટાચારના આરોપો ઉભા થયા છે. કેટલાક લોકોનો આરોપ છે કે અધિકારીઓ લાંચ અથવા અન્ય પ્રકારના વળતરના બદલામાં સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે.
રહેવાસીઓ અને સ્થાનિક કાર્યકરો માંગ કરી રહ્યા છે કે પાલિકા આ મુદ્દાને ઉકેલવા માટે તાત્કાલિક પગલાં લે. તેઓ જર્જરિત મિલકતોનો વ્યાપક સર્વેક્ષણ કરવા અને ત્યારબાદ તેને તોડી પાડવા ઝડપી કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે.
વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં વર્ષો જૂના મકાનો આવેલા છે. આ મકાનો બનાવ્યા ને ઘણો સમય થઈ ગયો હોય ત્યારે બાંધકામ નબળું પ્રવાહના કારણે મોટાભાગના જર્જરિત થઈ ગયા છે. ચોમાસા દરમિયાન મકાનોને નોટિસ પણ આપવામાં આવતી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. પરંતુ આ મકાનો ઉતારી લેવામાં આવતા નથી પાલિકા દ્વારા પણ જાણે કોઈ મોટી ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેમ તેમની સામે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે અવારનવાર જર્જરિત મકાનો પૈકીના કેટલાક મકાનો ધરાશાય થાય છે તો કેટલાક મકાનોનો અમુક ભાગ તૂટી પડતો હોય છે. ત્યારે ગેંડીગેટ રોડ ઉપર એક મકાનનો ભાગ પણ તૂટી પડ્યો નીચે ઊભેલી કાર પર પડતા કારને પણ નુકસાન પહોંચ્યું હતું પરંતુ કોઈને જાનહાનિ થઈ ન હતી. પરંતુ પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરીને જર્જરિત મકાનો ઉતારી લેવામાં આવે તેવી પણ માંગણી ઊભી થઈ છે.
ટાઉન પ્લાનિંગ સાથે મીટીંગ કરી કાર્યવાહી કરવામાં આવશે

પાલિકાના ફાયર વિભાગના નવનિયુકત ફાયર ઓફિસર મનોજ પાટીલે દાવો કર્યો કે તેઓ આ મુદ્દાને ઉકેલવા માટે પગલાં લઈ રહ્યા છીએ. જો કે, તેઓ કાર્યવાહી માટે સમયરેખા અથવા કયા ચોક્કસ પગલાં લેવામાં આવી રહ્યા છે તેની વિગતો આપવામાં નિષ્ફળ ગયા. પરંતુ સાથે સાથે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલે કહ્યું કે ટાઉન પ્લાનિંગ સાથે સંકલન કરી એક મીટીંગ કરવાના છે. જેમાં આ મુદ્દા ઉપર ચર્ચા કરી જે તે બિલ્ડિંગોમાં નોટિસ આપ્યા બાદ કાર્યવાહી ન કરાય હોય તેને ફરી નોટીસ આપી સિલ કરવાની કામગીરી કરવા બાબતે ચર્ચા કરી કાર્યવાહી કરવામાં આવશે.
