ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનની ઈ.વીસીને રજૂઆત :

( પ્રતિનિધિ )વડોદરા,તા.13
એમએસયુમાં વિદ્યાર્થીઓ પાસે ફીની સંપૂર્ણ વસુલાત કરવામાં આવે છે પણ સુવિધાઓના નામે મિંડુ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. હંસા મહેતા લાઈબ્રેરીમાં છાત્રો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે, કાળઝાળ ગરમીમાં એસીની સુવિધા આપવાની માંગ સાથે વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્બારા ઈન્ચાર્જ વીસી ધનેશ પટેલને રજૂઆત કરવામાં આવી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં આવેલી હંસા મેહતા લાયબ્રેરી કે, જેમાં હજારોની સંખ્યામાં વિધાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. અંતિમ વર્ષ તથા માસ્ટર્સ ના વિધાર્થીઓની સંખ્યા વધારે જોવા મળતી હોય છે. બીજી તરફ હાલ માં જે રીતે કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તેના કારણથી લાયબ્રેરી માં અભ્યાસ કરતા વિધાર્થીઓને ગરમીના કારણ ખુબ જ મુશ્કિલ અને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે હંસા મેહતા લાયબ્રેરી માં એર કન્ડિશનર એસીની સુવિધા ઉપલબદ્ધ કરવામાં આવી છે. પરંતુ વિધાર્થીઓ ને તે સુવિધા પ્રાપ્ત થઇ રહી નથી. વિધાર્થીઓ જયારે લાયબ્રેરી ખાતે એડમિશન કરાવે છે.ત્યારે તે લોકો પાસે થી સંપૂર્ણ ફીસ પણ લેવામાં આવતી હોય છે. તો ખરા સમય જ્યારે વિધાર્થીઓને જરૂર છે તો તેમને એસી ની સુવિધા કેમ આપવામાં આવી રહી નથી. ત્યારે, આપ શ્રી સત્તાધીશો આ બાબત ઉપર ધ્યાન આપી વહેલી તકે વિધાર્થીઓ માટે A.C ની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવે તેવી રજુઆત એજીએસયુના પંકજ જયસ્વાલ દ્વારા કરવામાં આવી હતી.
