Vadodara

સ્વિમિંગ પૂલના આજીવન સભ્યોને ફરજિયાત 1000 રૂપિયા ભરીને નવા આઈ કાર્ડ લેવા કહેવાતા વિરોધ

વડોદરા: સ્વિમિંગ પૂલના આજીવન સભ્યોએ ફરજિયાત 1000 રૂપિયા ભરીને નવા આઈ કાર્ડ લઈ લેવાના નિયમનો સભ્યોએ વ્યાપક વિરોધ કર્યો છે.
આજીવન સભ્યો દ્વારા કરાવેલા KYC માંથી ૧૦ થી ૧૫% સભ્યો જ સ્વિમિંગ કરવા કોઈક વાર આવે છે અને તેમાંથી રેગ્યુલર આવનારાઓ સંખ્યા તો એનાથી પણ ઓછી છે.આજીવન સભ્યો તરણકુંડનો વપરાશ કરે છે તેઓ એકલા મેન્ટેનન્સ પેટે સભ્યો પાસેથી જ વાર્ષિક ૧૦૦૦ રૂપિયા રાખવા પાછળનું યોગ્ય કારણ ન હોવાનું જણાવ્યું હતું.વિરોધમાં એમ પણ જણાવ્યું હતું કે ઠરાવ દ્વારા નગરપાલિકાને આવક ઉભી કરવાના માધ્યમ હેઠળ લેવામાં આવેલો નિર્ણય છે. જેથી સ્મશાન ગૃહોની જેમ દાન મેળવવા કોર્પોરેશન ઓનલાઈન કોડ મુકવામાં આવે.નાગરિકોને આપવામાં આવેલ વિવિધ સુવિધાઓ જેવીકે બાગ બગીચા કે જેમાં કસરતો માટેના સાધનો પણ વિના મુલ્યે નાગરિકોને ઉપયોગ કરે છે. બીજી પણ સેકડો સુવિધાઓ જેવીકે સભાગૃહો, અતિથી ગૃહો, સ્મશાન ગૃહ જેવી ઘણી બધી સવલતો નાગરિકોને મળી રહે તે માટે રાખવામાં આવે છે. આવી કોઈપણ સવલતો નફા નુકશાનની ગણત્રી કે આવકના આશયથી કરવામાં આવતી નથી. તરણકુંડો પણ આવી મુળભુત સુવિધાઓ તરીકે જ ગણાય. આજીવન સભ્યો એ જે તે સમયે ભરેલી રકમમાં ઉપયોગ કે વપરાશ કરવાની ગણત્રી સાથે જ ત્યારના શાસકો દ્વારા ફ્રી નક્કી કરવામાં આવી હશે. (જેમાં નાગરિકોને સુવિધાઓ આપવાનો હેતુ ધ્યાને રાખવામાં આવ્યો જ હશે.)આવા નિર્ણય કરનારાઓને વિનંતી કે નાગરિકોને આપવામાં આવેલી આવી મુળભુત સેવાઓને સેવા તરીકે જ રાખી એમાંથી આવકના સાધન તરીકે અમુક સભ્યોને જ અસર થાય તે રીતે નિર્ણય કરી ઠરાવ પસાર અમલીકરણમાં ((માસીક/ત્રિમાસિક/વાર્ષિક/બહવાર્ષિક/આજીવન) મેન્ટેનન્સ પેટેના ચાર્જની જગ્યા એ અમુક જ લેવો જોઈએ. સભ્ય જોડે સભ્યોને ધ્યાનમાં રાખી લેવાયેલો નિર્ણય/ઠરાવ નાગરિકોમાં ભેદભાવ રાખીને બનાવેલ હોવાનું જણાય છે. તેથી ઠરાવને અમલમાં મુકવો યોગ્ય નથી.એક જ પ્રકારના સભ્યો માટે ઘડવામાં આવેલા ઠરાવ કે નિર્ણય ફેરવિચારણા કરવા લાયક હોઈ હાલ કરવામાં આવેલા ઠરાવના અમલીકરણને સ્થગિત કરી ફેરવિચારણા કરવા અને આવા ઠરાવના અમલીકરણ સ્થગિત કરવા આજીવન સભ્યોએ માંગ કરી હતી
આજીવન સભ્યો જોગ સુચના સ્વિમિંગ પુલ બહાર લગાવાઈ છે
સ્વિમિંગપુલના તમામ આજીવન સભ્યોને જણાવવાનું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા સને. ૨૦૨૫-૨૬ના વર્ષ માટે સમગ્ર સભા કર દર ઠરાવ અંક:૧૨૧/તા.૧૯-૦૨-૨૦૨૫ આધારે સ્વિમિંગપુલો ખાતેના તમામ આજીવન સભ્યોએ સભ્યપદ દિઠ વાર્ષિક મેઇન્ટેનન્સ ફ્રી પેટે રૂ.૧,૦૦૦/- (એક હજાર પુરા) ચુકવવાના રહેશે.
નાણાં ભરેલ પાવતી જે તે બેચમાં પ્રવેશ સમયે ગેટ પર કાર્ડ ચેકરને ફરજીયાત બતાવવાની રહેશે ત્યારબાદ જ સ્વિમિંગપુલ ખાતે પ્રવેશ આપવામાં આવશે.
જો કોઇ સભ્ય નાણાં ભરેલ પાવતી રજુ કર્યા વિના પ્રવેશ મેળવશે તો તેઓનું સભ્યપદ હંમેશ માટે રદ કરવામાં આવશે.
સ્વિમિંગપુલના તમામ આજીવન સભ્યો દ્વારા તેઓના સભ્યપદ દિઠ વાર્ષિક મેઇન્ટેનન્સ ફી પેટે રૂ.૧,૦૦૦/-(એક હજાર પુરા) તા.૩૧-૦૮-૨૦૨૫ સુધી સ્વિમિંગપુલ કચેરીમાં સવારે ૧૦:૩૦ થી બપોરે ૨:૦૦ કલાક સુધીમાં ભરી નવિન આઇ-કાર્ડ મેળવી લેવાના રહેશે.
જે સભ્યોએ વાર્ષિક મેઇન્ટેનન્સ ફ્રી ભરેલ ન હોય તે સભ્યોને તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજથી સ્વિમિંગપુલ ખાતે પ્રવેશ આપવામાં આવશે નહીં, જે જાણમાં લેવા વિનંતી.
: રાહદારીઓ પર પણ કદાચ ટેક્સ ચાલુ થઈ જાય તો નવાઈ નહીં.
બંધ બારણે નિતનવા નીતિ નિયમો બનાવીને નગરજનો પાસેથી પૈસા કેવી રીતના ખંખેરાય તેવું તો વડોદરા મહાનગરપાલિકા પાસેથી શીખવું પડે. સ્વિમિંગ પૂલોના ₹1,000 ના ફી અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હવે તો એવું લાગે છે કે ફૂટપાથ પર ચાલવાના પણ રાહદારીઓ પાસેથી વેરા વસુલાત થશે. બની શકે કદાચ બાગ બગીચામાં પણ પ્રવેશ ફી ખંખેરે, સ્મશાનનું તો ખાનગીકરણ કરી નાખ્યું હવે અમુક સંખ્યાથી વધુ ડાઘુઓ સ્મશાનમાં આવે તો તેમની ઉપર પણ વ્યક્તિદીઠ ફી ઠોકી બેસાડાય.કરોડો રૂપિયા વેરાના નામે વસૂલતી પાલિકા નિત નવા ફતવા બહાર પાડીને પ્રજાને લુટી જ રહી છે.

Most Popular

To Top