Vadodara

સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે વડોદરામાં પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

વડોદરા મહાનગર પાલિકા દ્વારા આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે બદામડીબાગ ખાતે તેમની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ,વડોદરાના મેયર પિન્કીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ધારાસભ્યો, કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ સ્વામી વિવેકાનંદની શીખ અને તેમના પ્રેરણાદાયક ઉદબોધનોને યાદ કર્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. સ્વામી વિવેકાનંદે ભારતના યુવાનોને દેશસેવા માટે ઉદ્દેશ્યા હતા અને તેમના વિચારો આજે પણ પ્રેરણારૂપ છે. દેશના અનેક રાષ્ટ્રીય નેતાઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સામાજિક કાર્યકરો તેમની વિચારધારાથી પ્રભાવિત થયા છે.

વિશેષ સંયોગ એ રહ્યો કે આજના દિવસે વડોદરાનાં મેયર પિન્કીબેન સોનીનો જન્મદિવસ પણ હતો. ઉપસ્થિત મહાનુભાવોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. પિન્કીબેન સોનીએ જણાવ્યું કે, “સ્વામી વિવેકાનંદ જેવા મહાન વિચારકના જન્મદિને જ મારો જન્મદિવસ હોવાથી હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું. તેમના સંદેશ અને જીવનમૂલ્યો મને જનસેવા માટે સતત પ્રેરણા આપે છે.”

આ કાર્યક્રમ દ્વારા વડોદરામાં યુવાનોને દેશભક્તિ અને સમાજસેવાની ભાવનાથી પ્રેરિત કરવાનો સંદેશ અપાયો. મહાનુભાવોએ એક થઈને સંકલ્પ કર્યો કે સ્વામી વિવેકાનંદના વિચારોને સમાજમાં વધુ પ્રસરાવવા માટે પ્રયાસ કરાશે.

Most Popular

To Top