વડોદરા : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે રાજ્યવ્યાપી “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લામાં ચાર સ્થળોએ 30 દિવસીય રીઝલ્ટ ઓરિએન્ટેડ મેદસ્વિતા મુક્ત કેમ્પ યોજાશે.
આ અભિયાનનું માર્ગદર્શન ગુજરાત સરકારના રમતગમત વિભાગ હેઠળ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેન યોગ સેવક શિશપાલજીની અધ્યક્ષતામાં આપવામાં આવી રહ્યું છે.
કેમ્પનો સમયગાળો 17 સપ્ટેમ્બર થી 16 ઓક્ટોબર 2025 સુધીનો રહેશે, જેમાં દરરોજ સવારે 6:30 થી 8:00 વાગ્યા સુધી યોગ તથા આહાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ મેદસ્વિતા દૂર કરવા માટેની જીવનશૈલી, એક્યુપ્રેશર તથા આરોગ્યલક્ષી બાબતોની માહિતી પણ આપવામાં આવશે.
📍 વડોદરામાં કેમ્પના સ્થળો :
1. પશ્ચિમ વિભાગ – વેરાઈ માતા મંદિર, માતૃછાયા સોસાયટી, પંચરત્ન બિલ્ડીંગ પાછળ, સુભાનપુરા
2. પૂર્વ વિભાગ – સ્કલ્પચર ગાર્ડન, હરણી
3. ગ્રામ્ય વિસ્તાર – બી.એ.પી.એસ. મંદિર, પાદરા
4. ગ્રામીય વિસ્તાર સયાજીપુરા વિસ્તાર – મણીભાઈ પાર્ક, સયાજીપુરા
આ આયોજન વડોદરા જિલ્લાના ઝોન કોર્ડિનેટર, યોગ કોર્ડિનેટર, યોગ કોચ તથા સમગ્ર ટ્રેનર ટીમના સહયોગથી કરવામાં આવ્યું છે.
🙏 વડોદરા સંસ્કારી નગરીના નાગરિકોને આ આરોગ્યલક્ષી કેમ્પનો લાભ લેવા માટે વહેલી તકે રજીસ્ટ્રેશન કરવાની વિનંતી કરવામાં આવી છે.
✅ રજીસ્ટ્રેશન લિંક : https://forms.gle/JpEzUTWATiWsMP6y6