એક તરફ પાલિકાના કોન્ટ્રાક્ટના સફાઈ કર્મચારીઓ પાલિકાની વડી કચેરી ખાતે આમરણ ઉપવાસ અને આંદોલન પર બેઠા છે ત્યારે આજરોજ વડોદરા શહેરના નામાંકિત ચહેરા પાલિકાના સત્તાધીશો , અધિકારીઓ સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા. તેઓએ હાથમાં સફેદ કલરના હેન્ડ ગ્લોસ સાથે મોટા સાવરણા લઈ અનેક જગ્યાએ સાફ-સફાઈ નું કામ હાથ કર્યું હતું.
આ સફાઈ અભિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પાલિકાના અધિકારી અને હોદ્દેદારો દ્વારા સફાઈ કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમમાં મેયર પિન્કીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ, બારોટ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સહિતના લોકોએ આકોટા યોગા સર્કલ પાસે સ્વચ્છતા ઝુંબેશના કાર્યક્રમમાં હાજરી આપ્યા ત્યારે વોર્ડ નંબર 14 પાણીગેટ વિસ્તારમાં સ્થાનિક કાઉન્સિલરો કાર્યકર્તાઓ સાથે દંડક બાળું શુક્લા સફાઈ અભિયાનમાં જોડાયા હતા. બાળુ શુક્લા સાથે જે કાર્યકર્તાઓ અને કાઉન્સિલરો હતા હાથમાં હેન્ડ ગલોસ પહેરી મોટા સાવરણા લઈ સફાઈ હાથ ધરી હતી. ત્યાંથી પસાર થતાં લોકોએ જણાવ્યું હતું એક બે મીટર રોડ સાફ કરવા માટે નેતાઓ અધિકારીઓ અને કાઉન્સિલરો આજે આ વિસ્તારમાં સફાઈ કરવા માટે આવ્યા છે.ત્યારે હાથમાં હેન્ડ ગલોસ લઈ માત્ર દેખાડો કરી રહ્યા છે. હકીકતમાં વડોદરા શહેર અને લોકોની ચિંતા આ નેતાઓને હોત તો આજે વડોદરા ની પરિસ્થિતિ દૈન્ય ના હોત ફોટો સેશન કરાવતા નેતાઓ પર નગરજનોએ રોષ વ્યક્ત કર્યો હતો.
વધુમાં જણાવ્યું હતું આ એક રાજકીય સફાઈ છે. બે મીટર જેટલો રોડ સાફ કરવા 20 નેતાઓ ઝાડુ લઈને રોડ પર ઉતર્યા હતા. હાથમાં મોજા પહેરી નેતાઓનું સફાઈ અભિયાન સફાઈ કર્મીના હાથમાં ક્યારેય જોવા ના મળતા હોય એવા સાવરણા લઈ જ્યાં મોદીજી ની મુલાકાત નથી ત્યાં નેતાઓએ માત્ર સ્ટંટ બાજી કરી એમ દેખાઈ આવે છે
સ્વચ્છતા ની સેવા અને સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા આ ટીમ પર આજરોજ વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં પાલિકાના અધિકારીઓ સતાધીશો હોદ્દેદારો નેતાઓ કાર્યકર્તાઓ સાથે હાથમાં ઝાડુ લઇ સફાઈ કરતા જોવા મળ્યા હતા ત્યારે કેટલાક નેતાઓ મોટા ઢગલા સાથે કચરો ઉઠાઈ કચરા લારીમાં નાખતા હોય તેમ દેખાઈ આવે છે જે પ્રમાણે કચરાનો ઢગલો નેતાઓ દ્વારા દેખાડવામાં આવ્યો છે. એના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે વડોદરા કેટલું ગંદુ છે. લોકોમાં અનેક પ્રશ્નો છે જો આટલો જ કચરો આટલી વારમાં નેતાઓ સાફ કરીને ભેગો કરતા હોય તો વડોદરા ક્યારેય સ્વચ્છ બન્યું હતું ખરું?
શું આટલો બધો કચરો એકઠો થઈ સકે છે?
શું આજે સ્વચ્છતા માટે નીકળેલા નેતાઓ અને સ્થાનિક કાઉન્સિલરો રોજ આ સફાઈ કરશે? આવા અનેક સવાલો સ્થાનિક રહેવાસીએ કર્યા હતા.
બોક્ષ:-
એક તરફ સ્વચ્છતા હી સેવા અંતર્ગત આજરોજ સ્વચ્છતા કરવા માટે નેતાઓ કાઉન્સિલરો રોડ પર ઉતર્યા છે ત્યારે બીજી તરફ પાલિકાની વડી કચેરીએ સફાઈ કર્મીઓ આંદોલન અને આમરણ ઉપવાસ પર બેઠા છે જો સફાઈ કર્મીઓને સમયસર એમનું વેતન અને સમયસર એ લોકોને કાયમી નોકરી આપી હોય સમયસર તેઓને સફાઈ કરવા માટેના સાધનો આપ્યા હોત જેમ કે હેન્ડ ગ્લોસ, કેપ, મોટા સવેણા આમ સુવિધા અને સાધનો સફાઈ કર્મી ને પાલિકા દ્વારા આપવામાં આવ્યા હોત તો નેતાઓ રોડ પર સફાઈ કાર્યક્રમ યોજવા ઉતરવું ના પડ્યું હોત અને વડોદરા સુંદર હોત.
‘ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા’ ના સંદેશ સાથે વડોદરા શહેરમાં મેગા સફાઈ ઝુંબેશ કરવામાં આવી
By
Posted on