Vadodara

સ્વદેશી અપનાવો: વિદેશી ચીજ વસ્તુઓ સહિત ઓનલાઈન પ્લેટફોર્મનો બહિષ્કાર

ગરબા મેદાનોમાં વિદેશી ખાણી-પીણાના સ્ટોલ નહીં રાખવા અનુરોધ :

વેપાર વિકાસ એસોસિએશન દ્વારા અભિયાન શરૂ કરાયુ, દેશભરમાં વેપારીઓ અને નાગરિકોને અપીલ

( પ્રતિનિધી )વડોદરા,તા.13

આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને લઈને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા એક સ્વદેશી જાગરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોને અને આયોજકોને પણ સ્વદેશી અપનાવો વિદેશી આઇટમોનો બહિષ્કાર કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગરબા મેદાનો પર વિદેશી ખાણી પીણીના સ્ટોલ નહીં લગાવવા અપીલ કરવામાં આવી છે.

વડોદરા શહેર વેપાર વિકાસ એસોસિએશન દ્વારા નવી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરીખે જણાવ્યું હતું કે, આ અમારો વિરોધ નથી. દેશભરના નાના-મોટા વેપારીઓને અમારી અપીલ છે. ઓગસ્ટની બીજી તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના વેપારીઓને સ્વદેશી જાગરણ અભિયાન અને વોકલ ફોર લોકલ આઈટમ માટે આહવાન કર્યું હતું. એના ભાગરૂપે કેટ ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે કે, સ્વદેશી અપનાવો. સ્વદેશી જાગરણ અભિયાન આના માટે અમે લોકોએ 12 ઓગસ્ટના રોજ આખા વડોદરામાં 5,000 થી વધુ દુકાનોમાં હેન્ડ બિલ વેચ્યા હતા અને દરેક વેપારીઓને વિનંતી કરી હતી કે, મહેરબાની કરીને સ્વદેશી ચીજ વસ્તુઓનું વેચાણ કરજો.

હવે આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળી જેવા ફેસ્ટિવલ આવી રહ્યા છે. દુર્ગા પૂજા, ઓનમ જેવા તહેવારો પણ આવી રહ્યા છે, તો અમે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેટ ગુજરાતના તમામ ગરબા આયોજકોને વડોદરાના તમામ ગરબા આયોજનમાં એક વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને તમારી ત્યાં જે પણ ખાણા પીણીના સ્ટોલ રાખો છો, એમાં એક પણ વિદેશી સ્ટોલ ન રાખશો. સ્વદેશમાં આપણે ત્યાં ખૂબ જ સરસ વસ્તુઓ સારી ખાણીપીણીની મળે છે, ટેસ્ટી પણ હોય છે, તો મહેરબાની કરીને દરેકને વિનંતી કે તમે વિદેશી ખાણીપીણીની વસ્તુઓનો ઉપયોગ ન કરશો અને ગરબા આયોજકોને દુર્ગા પૂજાના તમામ પંડાલોના આયોજકોને લાગુ પડે છે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે નાગરિકો પણ કોઈ જગ્યાએ વિદેશી વસ્તુઓની ખાણીપીણી મળતી હોય તો મહેરબાની કરીને ફક્ત સ્વદેશી જ આઈટમોને પ્રાધાન્ય આપજો અને આ ઉપરાંત નવરાત્રી અને દિવાળીમાં ઓનલાઈન બિઝનેસ એટલો બધો વધી ગયો છે. અમારા હજારો લાખો વેપારીઓ ઓનલાઇન બિઝનેસની સામે ટકી રહેવા ઝઝૂમી રહ્યા છે,તો દરેક નાગરિકોને વિનંતી છે કે એક વેપારી બીજા વેપારી પાસેથી ખરીદી કરે અને નાગરિકો પણ વેપારી પાસેથી જ ખરીદી કરે. હવે એવું નથી રહ્યું કે, ઓનલાઇનમાં પણ વસ્તુ સસ્તી મળે તેમાં પણ ખૂબ મોંઘી વસ્તુ અને ડુપ્લીકેટ વસ્તુ અને ખરાબ વસ્તુઓ મળતી થઈ છે. એક વખત તમે અમારા વેપારીઓ પાસે જાવ અને વેપારીઓ પાસે ભાવ કેમ્પર કરો અમારા તમામ વેપારીઓ સારું ડિસ્કાઉન્ટ આપે છે. સારી સર્વિસ આપે છે. માટે દરેક નાગરિક લોકલ દુકાનમાંથી ખરીદી કરે તો અમારા નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં બજારમાં રોનક આવશે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top