Vadodara

સ્વચ્છતાના પ્રણેતા નરેન્દ્ર મોદીની તસવીર નીચે જ ભયંકર ગંદકી

સરદાર એસ્ટેટ ના પાંચ નંબરના રોડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય
વડાપ્રધાનના સ્વચ્છ ભારતના ફોટાની નીચે જ કચરાના ઢગલા
શહેરીજનોની સેવાના નામે મેવા ખંખેરતા નગર સેવકો ચૂંટાયા બાદ ફરકતા પણ ન હોવાનો સ્થાનિકોનો આક્રોશ
માથું ફાડી નાખે તેવા કચરાના ઢગલામાં શિવલિંગ અને ખંડિત પ્રતિમાઓ જોવા મળતા લોકોમાં ધાર્મિક લાગણી દુભાઈ


કરોડો રૂપિયાની કમાણી કરતી સેંકડો કંપનીઓની આસપાસમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળતું હોવા છતાં પાલિકા તંત્ર કે સરદાર એસ્ટેટના જવાબદારો ખુદ નજર અંદાજ કરે છે. જેના પરિણામે હવે તો લોકો કચરાની સાથે સાથે ભગવાનની ખંડિત મૂર્તિઓને પ્રતિમાઓ પણ ફેકી દેતા હોવાના કારણે અવરજવર કરતા લોકોની લાગણી પણ દુભાઈ રહી છે.


      એસ્ટેટના પાંચ નંબરના રોડ ઉપર માથું ફાડી નાખે તેવા કચરાના વચ્ચે થી આજે સવારે પસાર થતા લોકો એ પાલિકા તંત્ર અને એસ્ટેટના જ જવાબદાર મનાતા પ્રમુખ ઉપપ્રમુખ સામે ભારોભાર આક્રોશ ઠાલવ્યો હતો. તમે સીસીટીવી ની નજરમાં છો તેવી લગાવેલી જાહેર નોટિસના નીચે માથું ફાડી નાખે તેવી ગંદકી ના ઢગલા પડ્યા હતા. સ્વચ્છ ભારતની હંમેશાઆશા રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથે લગાવેલી નોટિસ તદ્દન હાસ્યસ્પદ જણાતી હતી. તંત્ર દ્વારા સાફ-સફાઈની તદ્દન અવગણના થતી હોય એ હદે લીલા અને સૂકા કચરા પડ્યા હતા. બાજુમાંથી પાલિકાની કચરા ગાડીઓ પસાર થતી હતી પરંતુ કોઈ ગાડી ના ચાલક ગંદકી તરફ નજર સુધા નાખ્યા વગર સડસડાટ પસાર થઈ જતા હતા. 
કચરાની આસપાસના કારખાના માલિકોએ કોર્પોરેટરો અને તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે કેટલા મહિનાઓથી અહીંયા કચરા ના ઢગલા પડ્યા રહેવાથી રોગચાળો થવાનો ભય રહે છે અને એક વખત વોર્ડ ઓફિસરો અને કોર્પોરેટરી જણાવવા છતાં યોગ્ય સફાઈ  કોઈ ચોક્કસ પગલાં ભરાતા જ નથી એ પાંચ નંબરનો રોડ શું પાલિકાની હદ સીમામાં આવતો નથી? કે પછી બાય બાય ચાયણ

Most Popular

To Top