*
શહેરના લહેરીપુરા દરવાજા, માંડવી ચારદરવાજા, રાવપુરા,વાઘોડિયારોડ પ્રભુનગર સહિતના અનેક વિસ્તારોમાં સિટી બસસ્ટેન્ડ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે પાલિકા તંત્ર દ્વારા અગાઉ ડિજીટલ બસસ્ટેન્ડ તૈયાર કરવા પાછળ લાખોના ખર્ચ કર્યા હતા જ્યાં સોલાર સિસ્ટમ સાથે સિટી બસસ્ટેન્ડમાં ડિજિટલ સ્ક્રીન મૂકવામાં આવ્યા હતા જેમાં મુસાફરો તે બસસ્ટોપ થી કયા રૂટની બસો કેટલા વાગે આવશે તે દર્શાવવામાં આવતું હતું પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે શહેરની જનતા તેનો ઉપયોગ કરી શકતી નથી કારણ કે, સિટી મોટાભાગના બસસ્ટેન્ડ નજીક દબાણો થઇ ગયા છે જ્યાં ઓટોરિક્ષા પાર્કિંગ, પથારાવાળાઓના દબાણો તો કેટલાક બસસ્ટેન્ડમા અસામાજિક તત્વો અથવાતો ભિક્ષુકો દ્વારા અડિંગો જમાવી દેતાં મુસાફરોને બસસ્ટેન્ડ થી દૂર ઉભાં રહેવું પડે છે જ્યાં વારંવાર રોડપર ઓટોરિક્ષા, અન્ય વાહનોની અવરજવર ને કારણે મુસાફરોને ઉભા રહેવાની યોગ્ય વ્યવસ્થા નથી મળતી અને જોખમી રીતે ઉભા રહેવું પડે છે સાથે જ સિટી બસ પણ ચાલુ રોડ હોવાથી બસસ્ટોપ નજીક ઉભી રહેવાને બદલે ફક્ત ધીમી પડે છે જેથી મુસાફરોએ ચાલુ બસમાં જોખમ ઉઠાવીને ચઢવું પડે છે ખાસ કરીને મહિલાઓ, નાના બાળકો તથા સિનિયર સિટીઝન્સને વધુ તકલીફ પડે છે. લહેરીપુરા દરવાજા તથા માંડવી ચારદરવાજા પાસે તો પોલીસ તથા ટ્રાફિક પોલીસના પોઇન્ટ્સ પણ છે છતાં પણ સિટી બસસ્ટેન્ડ પાસે રિક્ષાઓ, પથારાવાળાઓના દબાણો દૂર થતાં નથી. પોલીસ તથા ટ્રાફિક પોલીસ મૂકપ્રેક્ષક બનીને આ બધું જૂએ છે પરંતુ હપ્તાખોરીને કારણે આંખ આડા કાન કરવામાં આવે છે તેવું લોકોનું કહેવું છે. આજે પરિસ્થિતિ એવી છે કે, લાખોના ખર્ચે બનેલા ડિજિટલ સિટી બસસ્ટેન્ડ નો ઉપયોગ શહેરીજનો કરી શકતા નથી અને ઉનાળાની ગરમીમાં ધોમધખતા તાપ તથા ચોમાસામાં વરસાદના સમયે બહાર ખુલ્લામાં ઉભા રહેવું પડે છે. મકરપુરા થી તરસાલી રોડપર તો ડિજિટલ બસસ્ટેન્ડ ના ડિજીટલ ડિસ્પ્લેબોર્ડ, સોલાર પણ હવે ગાયબ થઇ ગયા છે, ઝાડીઓ ઉગી નિકળી છે જ્યારે લહેરીપુરા, પાણીગેટ, પ્રભુનગર વાઘોડિયારોડ, પાણીગેટ, સહિતના કેટલાય વિસ્તારમાંસિટી બસસ્ટેન્ડ નો ઉપયોગ શહેરના મુસાફરો કરી શકતા નથી.હાલમાં કેટલાક બસસ્ટેન્ડ જેવાં કે માંડવી દરવાજા સહિત કેટલાક બસસ્ટેન્ડ નજીક પોલીસ દ્વારા બેરીકેડ મૂકી દેવાતાં મુસાફરોને 40 ડીગ્રી કાળઝાળ ગરમીમાં બહાર રોડપર ખુલ્લામાં અન્ય વાહનોની અવરજવર વચ્ચે ઉભાં રહેવાનો વારો આવ્યો છે.આ દ્રશ્યો આવતા જતા રાજકીય લોકો, સ્થાનિક નેતાઓ, પોલીસ તથા ટ્રાફિક અધિકારીઓ જોવા છતાં આંખ આડા કાન કરી પસાર થઇ જાય છે જાણે મુસાફરોની તકલીફોથી તેઓને કાંઇ લેવાદેવા જ ન હોય.
સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં સિટી બસ સ્ટેન્ડો પાસે દબાણોને કારણે લોકો જોખમી રીતે બસમાં સવારી કરવા મજબૂર
By
Posted on